સર્જક:મહાદેવભાઈ દેસાઈ
Appearance
મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ (૧ જાન્યુઆરી, ૧૮૯૨ - ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૨) સ્વતંત્રતા સેનાની અને પ્રખર રાષ્ટ્રવાદી તેમ જ ચરિત્રલેખક, ડાયરીલેખક, અનુવાદક હતા. તેઓ મહાત્મા ગાંધીનાના અંગત મદદનીશ તરીકે વધુ જાણીતા થયા.
તેમનો જન્મ સરસ (મુળગામ દિહેણ) (જિ. સુરત)માં થયો હતો. પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં કર્યા બાદ માધ્યમિક શિક્ષણ સુરત અને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં સંપન્ન કર્યું. બી.એ. એલએલ. બી. થઈ અમદાવાદમાં વકીલાતનો આરંભ કરેલો પણ સફળ ન થતાં સરકારી ખાતામાં જોડાયેલા. ત્યારબાદ ગાંધીજીથી પ્રભાવિત થઈને ૧૯૧૭ થી તેમના અંતેવાસી બન્યા. મહાદેવભાઈની ડાયરી માટે ૧૯૫૫માં તેમને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાયત થયો હતો.[૧]
૧૯૪૨માં કારાવાસમાં હૃદય બંધ પડવાથી પૂના ખાતે તેમનું અવસાન થયું હતું.
કૃતિઓ
[ફેરફાર કરો]અનુવાદ
[ફેરફાર કરો]- ચિત્રાંગદા (૧૯૧૫)
- ત્રણ વાર્તાઓ (૧૯૨૩)
- વિરાજવહુ (૧૯૨૪)
- પ્રાચીન સાહિત્ય (નરહરિ પરીખ સાથે, ૧૯૨૨)
- મારી જીવનકથા (૧૯૩૬) (જવાહરલાલ નહેરુની આત્મકથા)
સ્વતંત્ર લેખન
[ફેરફાર કરો]- ગોખલેનાં વ્યાખ્યાનો (૧૯૧૬)
- ચિત્રાંગદા અને વિદાય અભિષાપ (૧૯૨૫)
- સત્યાગ્રહની મર્યાદા (૧૯૨૫)
- અંત્યજ સાધુ નંદ (૧૯૨૫)
- વીર વલ્લભભાઈ (૧૯૨૮)
- સંત ફ્રાન્સિસ (૧૯૩૪)
- બે ખુદાઈ ખિદમતગાર (૧૯૩૬)
- મૌલાના અબ્દુલ કલામ આઝાદ (૧૯૪૧)
- એક ધર્મયુદ્ધ (અમદાવાદના મિલમજૂરોની લડાતનો ઇતિહાસ) (૧૯૨૩)
- બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ (૧૯૨૯)
અન્ય
[ફેરફાર કરો]- વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકો (૧૯૩૬) (વ્યાખ્યાન)
- તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો (નરહરિ પરીખ સાથે, ૧૯૩૭)
- ખેતીની જમીન (માર્તન્ડ પંડ્યા સાથે, ૧૯૪૨)
ડાયરીલેખન
[ફેરફાર કરો]- મહાદેવભાઈની ડાયરી – ભા.૧ (૧૯૪૮)
- મહાદેવભાઈની ડાયરી – ભા.૨ (૧૯૪૯)
- મહાદેવભાઈની ડાયરી – ભા.૩ (૧૯૪૯)
- મહાદેવભાઈની ડાયરી – ભા.૪ (૧૯૫૦)
- મહાદેવભાઈની ડાયરી – ભા.૫ (૧૯૫૧)
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ પ્રસાદ બ્રહ્મભટ્ટ (2007). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ (ગાંધીયુગ અને અનુગાંધી યુગ). અમદાવાદ: પાર્શ્વ પ્રકાશન. p.57–60