સર્જક:લોયણ
Appearance
સતી લોયણ તરીકે પ્રસિદ્ધ એવા લુહાર પરિવારના સંતાન એવા આ મધ્યકાલિન સ્ત્રી સંત કવિ હતાં. તેઓ નિરક્ષર હતા. તેણીએ ઘણાં પદો તેના રૂપ પર મોહિત થયેલા અને જેને અંગે અંગ કોઢ નીકળ્યો હતો તેવા લાખા રાણા ને સંબોધીને રચ્યાં હતાં. ભક્તિભાવ અને જ્ઞાનથી ભરેલ પચાસેક પદો એમણે રચ્યાં હોવાનું ગુજરાત સાહિત્ય પરિષદના જાળસ્થળ પર માહિતી મળે છે.