લખાણ પર જાઓ

સલામ

વિકિસ્રોતમાંથી
સલામ
નર્મદ



સલામ

સલામ સહુને હાલ, સાહેબો સહુને હાલ. ટેક.
ખોદા મેહેર ને મહેર તમરી, હશે તો મળશું કાલ. સાહે૦. (૧)
રમત ગમતમાં નીતિ શીખતાં, સુધરે નરસી ચાલ. સાહે૦. (૨)
 આજ કાલ તો કાચ લાલ તે, મનાય સાચી લાલ. સાહે૦. (૩)
પરે મણિને શિરે કાચ પણ, આખર મણિમાં માલ. સાહે૦. (૪)
મદદ આલશો રોજ આમતો, વધૂ આણશું તાલ. સાહે૦. (૫)
વતી હમારી કહે નર્મદા, શુશીને આવો ફાલ. સાહે૦. (૬)