સુખકારી ઘનશ્યામ મારા મંદિરમાં પધરાવું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સુખકારી ઘનશ્યામ મારા મંદિરમાં પધરાવું
દેવાનંદ સ્વામી


સુખકારી ઘનશ્યામ મારા, મંદિરમાં પધરાવું,
પલંગ ઢાળું પ્રેમથી, ગાદી રેશમની બિછાવું. સુખકારી꠶ ૧

સાવ સોનેરી મોળિયું માથે બહુમૂલી બંધાવું,
શીશ કલંગી વાંકડી છોગે, ગજમોતી ગૂંથાવું. સુખકારી꠶ ૨

ગૂંથી હરિ ગુલાબના ગજરા , પ્રીતમને પેરાવું,
વારે વારે લિયું વારણા, શિર નાથજીને નમાવું. સુખકારી꠶ ૩

કુંડલ બાજુ બેરખા કાજુ નવલ રંગ જડાવું,
દેવાનંદ કે’ દિલમેં છબી, ઠીક કરી ઠેરાવું. સુખકારી꠶ ૪