સુભાષિતો:અ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
 1. અક્કલ ઉધારે ના મળે
  હેત હાટે ના વેચાય
  રૂપ ઉછીનું ના મળે
  પ્રીત પરાણે ના થાય

 2. અગર બળંતાં ગુણ કરે, ને સુખડ ઘાસંતાં;
  શૂર હોય તે રણ ચડે, ને કાયર નાસંતા

 3. અગ્નિમાં બળવું ભલું, ભલું વિષનું પાન,
  શિયળ ખંડિત ના ભલું, નવ કૈં શિયળ સમાન

 4. અડી કડી વાવ ને નવઘણ કૂવો
  જેણે ન જોયા તે જીવતો મૂઓ

 5. અતિ પ્રેમી ને બહુ ઋણી, જેને વેર ઘણાંય,
  સુખે ન સૂએ કોઈ દી, તે તો ત્રણ જણાય

 6. અબે તબે કે સોલ હી આને, અઠે કઠે કે આઠ
  ઈકડે તીકડે કે ચાર આને શું શા પૈસા ચાર

 7. અવેજ ખોયો આવશે, ગયાં મળે છે ગામ,
  ગયો ન અવસર આવશે, ગયું મળે ના નામ.

 8. અહિમુખ બિંદુ વિષ થયું, કેળે થયું કપૂર,
  છીપે જળ મોતી થયું, સંગતનાં ફળ શૂર