સુભાષિતો:ધ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
  1. ધણી, ધતૂરો, ઢોર ને ચતુરા, ચાકર, ચામ,
    કેળવશો જેવાં તમે, તેવાં દેશે દામ.

  2. ધન, જોબન ને ઠાકરી તે ઉપર અવિવેક;
    એ ચારે ભેગાં હુવાં,અનરથ કરે અનેક

  3. ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ,
    પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર.

સમાનાર્થી[ફેરફાર કરો]

ઠાકરી = સત્તા, ઠકરાયત