સુભાષિતો:હ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
 1. હલકાં જન હલકાં રહે લીએ પલકમાં લાજ
  ઊતરાવે છે પાઘડી માંકડ ભરી સભામાં જ

 2. હથેળીમાં વાળ નહિ ને ગધેડાને ગાળ નહિ’
  ચાડિયાને શરમ નહિ ને અઘોરીને ધરમ નહિ.

 3. હંસા-પ્રીતડી એટલી વિપત પડે ઊડી જાય,
  સાચી પ્રીત શેવાળની, જળ સાથે સૂકાય.

 4. હિંગ,મરચું ને આમલી ને સોપારી ને તેલ
  જો ખાવાનો શોખ હોઈ તો પાંચેય વસ્તુ મેલ

 5. હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ,
  ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજે માફ.