સોઈ સાધુ સુરમા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સોઈ સાધુ સુરમા
ભાણસાહેબસોઈ સાધુ સુરમા, જે દિલડાની દુબધા ટાળે,
અહરનિશ રહે ધૂન લાગી, સત શબ્દ સંભાળે.. સોઈ૦

પ્રેમ સરોવર પેઠકે આગલ ઘર બુઝે,
ક્ષમા ખલકો પહેરકે સરવે વિધ સૂઝે.. સોઈ૦

સુરત નાળ સંબંધ હે ત્રિવેણીએ તાપે,
અનહદ વાજાં વાગિયાં, ગુરુના નામ પ્રતાપે.. સોઈ૦

પલક તણાં સુખ પરહરો, તો સદા સુખ માણો,
તાણો વાણો એક છે, જુજવા મત જાણો.. સોઈ૦

દલ દરિયામાં પેખતાં, સબ દરિયા દેખ્યા,
ભાણ કહે સદ્‌ગુરુ ભેટિયા, સંપૂરણ પેખ્યા.. સોઈ૦