સર્જક:ભાણસાહેબ

વિકિસ્રોતમાંથી

ભાણ સાહેબ રવિ-ભાણ સંપ્રદાયના આદ્યપુરૂષ મનાય છે. તેઓ કબીરના અવતાર ગણાય છે.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ભાલકાંઠાના કનખીલોડ ગામમાં થયેલો. જન્મની સાથે જ તેમને આગળના બે દાંત ઉગેલા હતા. આથી ગામનાં લોકોને અપશુકનિયાળ લાગ્યા. તેથી ગામલોકોએ ભાણ સાહેબના કુટુંબને હેરાન કરવાનું ચાલું કર્યું. છેવટે ભાણ સાહેબના કુટુંબે પોતાના માદરે વતન બનાસકાંઠાના વારાહી (હાલમાં પાટણ જિલ્લો) ખાતે સ્થળાંતર કર્યું. ભાણ સાહેબને ચાલીસ શિષ્યો હતા. તેમની આ શિષ્યમંડળી ભાણફોજ નામે ઓળખાતી. જેમાંના રવિ સાહેબ નામના તેમના પ્રતાપી શિષ્યે રવિ-ભાણ સંપ્રદાયની સ્થાપના કરી. ખીમ સાહેબ ભાણસાહેબના બુંદશિષ્ય એટલે કે પુત્ર અને શિષ્ય હતા.