હરિ ઠામે ઠામે
Appearance
હરિ ઠામે ઠામે નર્મદ |
હરિ ઠામે ઠામે
હરિ ઠામે ઠામે, કામે કામે, આઠે જામે, જોઊં છૂં.
તનમને ભરાતા, વિકાર માતા, કુસંપ થાતા, હરજે તૂં ;
સહુને વરદાતા, કર સુખસાતા, નિરોગિ રાતા, હરજે તૂં ;
ના જાતા પાપે, થઇયે આપે, નરતન આપે, સરતે તૂં.
હરિ ઠામે ઠામે.....
હૂં માગૂં લાડે, વિઘ્ન નસાડે, જુક્તિ સુઝાડે, બાપા રે;
યશ કર્મ ખાડે, સંપ જગાડે, બહુ જ રમાડે, સહુ સારે;
જય જય જગદેવા, અનુપમ એવા, વાણી લેવા, કરું સેવા.
હરિ ઠામે ઠામે....