હસીને બોલાવી ચિત્ત ચોરી લીધું રે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
હસીને બોલાવી ચિત્ત ચોરી લીધું રે
દેવાનંદ સ્વામી

રાગ: બિહાગ


હસીને બોલાવી ચિત્ત ચોરી લીધું રે,
હસીને બોલાવી કા’ન આવી...

નાથ નવીનો છેલો રંગડાનો ભીનો,
બહુવિધ વેશ બનાવીને... ૧

મોરલી બજાવી મુખ મરમ ભરેલી,
ગીત મધુરા નીત ગાવીને... ૨

ડોલરિયો સુખ દેણ મનોહર,
સાન કરીને સમજાવીને... ૩

દેવાનંદ કે’ દીલડામાં વસિયો,
મોહન મન લલચાવીને... ૪