હે દીન બંધો કાન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
હે દીન બંધો કાન
દેવાનંદ સ્વામી


હે દીન બંધો કાન, મુનિ મનરંજન,
ભક્તવચ્છલ ભગવાન... ૧

શરનાગત બંધ છેદ, જગકો કિયો નિસેદ,
પાઈ કે સુધારસ પાન... ૨

દયાસિન્ધુ જાની દાસ, બ્રહ્મપુર દીનો વાસ,
તુમસે કૃપાલુ નહીં આન... ૩

દેવાનંદ કહે નાથ, હેતે મેરો ગ્રહ્યો હાથ,
અપની કીની કૃપા નિધાન... ૪