લખાણ પર જાઓ

હૈયાના ફૂટ્યા

વિકિસ્રોતમાંથી
હૈયાના ફૂટ્યા
દેવાનંદ સ્વામી


દેવાનંદ

(કાઠિયાવાડ મુળીના સાધુ) સંવત્ ૧૯૦૪ માં હતા

પદ ૧ ધોળ

હૈયાના ફૂટ્યા, હરિ સંગ હેત ન કીધું;
લક્ષ ચોરાશી કેરૂં લગડું, માથે વ્હોરી લીધું રે. ટેક.

પેટને અરથે પાપ કરંતાઅ, પાથું વાળી નવ જોયું;
ચાર દિવસના જીવતર સારૂં, મન માયામા મોહ્યું રે. હૈયા○

જન્મ મરણ દુઃખ ગર્ભવાસના, તે નવ શકીઓ ટાળી;
માતપિતા સુત જુવતી સંગે, વિસર્યા તે વનમાળી રે. હૈયા○

આળસ ને અજ્ઞાન અતિશે, કામ બગાડ્યું તારૂં;
‘દેવાનંદ’ કહે દેખ વિચારી, માન કહ્યું તું મારૂં રે. હૈયા○