હો વાંસલડી !
હો વાંસલડી ! દયારામ |
<poem>
માનીતી તું છે મોહન તણી, હો વાંસલડી ! ત્હને વ્હાલમ કરે છે ઘણું વ્હાલા રે, હો વાંસલડી !
મીઠો આવડો શો શોર? મ્હ્યો નંદનો કિશોર; ત્હારૂં આવડું શું જોર ? ભૂંડી ! કાળજડું મા કોર રે, હો વાંસલડી ! મીઠો૦.
વાજી વાજીને વિકલ કર્યાં, હો વાંસલડી ! તું તો પીડે અમારા પ્રાણ રે, હો વાંસલડી ! મીઠો૦.
સુણતાં પડે ચે હૃદે સોંસરા, હો વાંસલડી ! ત્હારા ટહુકારાથી મોહબાણ રે, હો વાંસલડી ! મીઠો૦.
ઝેર ઘણું છે ત્હારી ઝપટ્માં, હો વાંસલડી ! ભલા તું થી ભાલા-તલવાર રે, હો વાંસલડી ! મીઠો૦.
એકીવારે તું હણી નાંખની, હો વાંસલડી ! ભૂંડી ! થોડે થોડે મા માર રે, હો વાંસલડી ! મીઠો૦.
ગરજે ગુમાન ભરી આવડી શું, હો વાંસલડી ! તું તો જોતી વિચરી ત્હારી જાત રે, હો વાંસલડી ! મીઠો૦.
જોતા તું કાષ્ટ કેરો કરકડો, હો વાંસલડી ! તુંને આજ મળી છે ઠરાત રે, હો વાંસલડી ! મીઠો૦.
ચોરની સંગે શીખી ચોરવા, હો વાંસલડી ! વ્હાલે માખણ ઓર્યું ને ત્હેં) તેઓ મંન રે, હો વાંસલડી ! મીઠો૦.
માન ન રાખ્યું માનિની તણું ત્હેં , વાંસલડી ! ત્હેંતો સહુને કર્યા પાયમાલ રે, હો વાંસલડી ! મીઠો૦.
દયાના પ્રભુની દૂતી તું ખરી, હો વાંસલડી ! સહુને તેડે તું બેઠી ઠામ રે, હો વાંસલડી ! મીઠો૦.