ૐ નમો પરિબ્રહ્મ રાય

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ૐ નમો પરિબ્રહ્મ રાય
પ્રેમાનંદ સ્વામી


ૐ નમો પરિબ્રહ્મ રાય રે
કરી વિનય ને લાગું પાય રે;
શ્રી પુરુષોત્તમ બહુનામી રે,
સચરાચર અંતરજામી રે... ટેક
સુર મુનિના ધ્યાનમાં નાવે રે,
શેષ શારદ નિગમ નેતિ ગાવે રે;
મહા તેજોમય મૂર્તિ વિરાજે રે,
કોટિ રવિ ચંદ્ર જોઈ લાજે રે... ૧
નવ રસમય મૂર્તિ સોહે રે,
કોટિ કન્દર્પના મન મોહે રે;
એવા હરિકૃષ્ણ ઘનશ્યામ રે,
પ્રભુ પ્રગટ્યા તે પૂરણકામ રે... ૨
થયા મનુષ્ય જેવા મોરારી રે,
જેણે ઓળખ્યા તે ધન્ય નર ને નારી રે
એવા અક્ષરધામના ધામી રે,
મળ્યા પ્રેમાનંદના સ્વામી રે... ૩