લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૦
ગાંધીજીનો અક્ષરદેહ


૮. ઉપરની વાતના સમર્થનમાં તમારા અરજદારો માનનીય ઍસેમ્બલીનું સર હેનરી સમન૨ મેઈનના विलेज कॉम्युनितीझ [ગ્રામસમાજો] ગ્રંથ તરફ ધ્યાન ખેંચવાની રજા માગે છે. તેમાં તેમણે અત્યંત સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે હિંદની જુદી જુદી જાતિઓને પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓનો કેટલાયે પ્રાચીન કાળથી પરિચય છે એ નામાંકિત વકીલ અને લેખકે દર્શાવી આપ્યું છે કે ટયુટોનિક માર્કને [] જ્યાં સુધી ચોક્કસ કાયદેસરનું રોમન સ્વરૂપ આપવામાં આવ્યું નહોતું, ત્યાં સુધી તે હિંદી ગ્રામસમાજની પંચાયત સંસ્થા જેટલો સંગઠિત કે અસલમાં પ્રતિનિધિત્વવાળો નહોતો.

૯. લંડનમાં ઈસ્ટ ઇન્ડિયન ઍસોસિયેશન આગળ કરેલા ભાષણમાં મિ. શિઝોમ ઍન્સ્ટીએ કહ્યું હતું :

સુધરાઈના વહીવટમાં અને પાર્લમેન્ટની ઢબના વહીવટમાં કેળવણી અને એવી જ બીજી ચીજોથી પૂર્વમાં લોકોને તૈયાર કરવાની વાતો કરતી વખતે આપણે આ દેશમાં ભૂલી જઈએ એવો ઘણો સંભવ છે કે પૂર્વ તો સુધરાઈના વહીવટની જનેતા છે. વ્યાપકમાં વ્યાપક અર્થમાં સ્થાનિક સ્વરાજ એ પદ ખુદ પૂર્વના જેટલું જ પ્રાચીન છે. આપણે જેને પૂર્વ કહીને ઓળખીએ છીએ તેમાં વસતા લોકો ગમે તે ધર્મના હશે પણ પૂર્વથી પશ્ચિમ સુધી અને ઉત્તરથી દક્ષિણ સુધી દેશનો એક પણ એવો ભાગ જેવાનો નહીં મળે જેમાં સંખ્યાબંધ સુધરાઈઓ ઊભરાતી ન હોય; એટલું જ નથી, આપણી જૂના જમાનાની સુધરાઈઓની માફક તે બધી મળીને એક એવી જાતની જાળ ફેલાઈ ગયેલી છે કે પ્રતિનિધિત્વના સિદ્ધાંત પર રચાયેલી વહીવટની મહાન પદ્ધતિને સારુ તમારી પાસે આગળથી ઘડાયેલું ચોકઠું તૈયાર છે.

હરેક ગામમાં અગર કસબામાં હરેક ન્યાતનાં ધારાધોરણો હોય છે, તે બધી પોતપોતાના પ્રતિનિધિઓની ચૂંટણી કરે છે અને આજની પાર્લમેન્ટની ઢબની સંસ્થાઓ જેમાંથી નીપજી છે તે સૅકસન જમાનાની વિટન [] સંસ્થાઓનો આબાદ નમૂનો પૂરો પાડે છે.

૧૦. पंचायत હિંદુસ્તાનના આખાયે મુલકમાં ઘરગથ્થુ વપરાશનો શબ્દ છે. અને માનનીય સભ્યો સારી રીતે જાણતા હશે તે પ્રમાણે તેનો અર્થ જેના તે પાંચ સભ્યો હોય છે તે વર્ગના સમૂહે જે તે ન્યાતના સામાજિક વહેવારની વ્યવસ્થા અને તેનું નિયંત્રણ કરવાને ચૂંટી કાઢેલા પાંચ જણનું મંડળ એવો થાય છે.

૧૧. બરાબર બ્રિટનની પાર્લમેન્ટના નમૂના પ્રમાણે રચાયેલી પ્રજાના પ્રતિનિધિઓની બનેલી મૈસૂર ઍસેમ્બલી નામથી ઓળખાતી સભા આજે મૈસૂર રાજ્યમાં મોજૂદ છે.

૧૨. ડરબનમાં વસતી હિંદી વેપારી કોમની પોતાની પાંચ સભ્યોની સભા અથવા પંચાયત ચાલે છે અને મહત્ત્વની દૃષ્ટિથી તાકીદની ગણાય એવી બાબતોમાં તેની ચર્ચાવિચારણા પર આખીયે કોમના સમુદાયનો કાબૂ હોય છે, અને તે સભાના બંધારણ મુજબ જરૂરી વધુમતીથી સમુદાય તેના નિર્ણયો ફેરવી અથવા રદ કરી શકે છે. તમારા અરજદારો નમ્રપણે કહેવા માગે


  1. ૧. ઘણા પ્રાચીન જમાનામાં જર્મનીમાં ગામની જમીનને માલિક ગામનો આખોયે સમાજ હતો. તેનીવ્યવસ્થા પણ આખું ગામ મળીને કરતું. સુધારેલા સ્વરૂપની આ પદ્ધતિ મધ્યયુગ સુધી ચાલુ હતી. ગામ આખાના આવા જમીનના સમૂહને 'ટયુટૉનિક માર્ક' નામથી એાળખાવવામાં આવતો હતા. એમાં કોઈક પ્રકારનું સાદું પ્રતિનિધિત્વનું તત્ત્વ રહેતું હતું એ બીના ઉધાડી છે,
  2. ૨, પંચાયતની ઢબની સંસ્થા.