ઓછામાં ઓછું માસિક લવાજમ પ શિલિંગ હતું. વધારેમાં વધારે કેટલું એની મર્યાદા નહોતી. બે સભ્યોએ માસિક ૨ પાઉંડ લવાજમ આપ્યું, એકે ૨૫ શિલિંગ, દસે ૨૦ શિલિંગ, પચીસે ૧૦ શિલિંગ, ત્રણે ૭ શિલિંગ ૬ પેન્સ, ત્રણે ૫ શિલિંગ ૩ પેન્સ અને બેએ ૫ શિલિંગ ૧ પેન્સ અને એકસો સત્યાશીએ પ શિલિંગ માસિક લવાજમ આપ્યું. નીચેના કોષ્ટકમાં જુદા જુદા વર્ગના સભ્યો તેમણે ભરેલાં લવાજમો, ઘટ વગેરે દર્શાવ્યું છે.[૧]
વર્ગ | સંખ્યા | વાર્ષિક પા. શિ. પે. |
ખરેખરી આવક | ધટ. |
---|---|---|---|---|
૪૦/- | ૪૮- ૦-૦ | પા. ૪૮-૦-૦ | ||
૨૫/- | ૧૫-૦-૦ | ૧૫-૦-૦ | ||
૨૦/- | ૧૨૦-૦-૦ | ૯૩-૦-૦ | પા. ૨૭-૦-૦ | |
૧૦ | ૧૩૨-૦-૦ | ૮૮-૫-૦ | ૪૩-૧૫-૦ | |
૭/૬ | ૧૩-૧૦-૦ | ૮-૧૨-૬ | ૪-૧૭-૬ | |
૫/૩ | ૬-૬-૦ | ૩-૮-૩ | ૨-૧૭-૯ | |
૫/૧ | ૬-૨-૦ | ૫-૬-૯ | ૦-૧૫-૩ | |
૫/- | ૫૫૯-૧૦-૦ | ૨૭૩-૫-૦ | ૨૮૬-૧૫-૦ | |
૯૦૦- ૮-૦ | પા. ૫૩૫-૧૭-૬ | પા. ૩૬૬- ૦-૬ |
ઉપરના આંકડાઓ ઉપરથી જણાશે કે પા. ૯૦૦-૮-૦ની સંભવિત આવકમાંથી કોંગ્રેસ અત્યાર સુધીમાં માત્ર પા. ૫૦૦–૧૭–૬ અથવા લગભગ ૫૯ ટકા વસૂલ કરવામાં સફળ થઈ છે. ૫ શિલિંગ લવાજમ ભરનારાઓ સૌથી ભારે કસૂર કરનારા નીવડયા છે. એનાં કારણો અનેક છે. એ વાત ધ્યાન પર રહેવી જોઈએ કે કેટલાક સભ્યો તરીકે બહુ મોડા જોડાયા એટલે સ્વાભાવિક રીતે જ તેમણે આખા વર્ષનું લવાજમ ભર્યું નથી. એમાંના ઘણા હિંદુસ્તાન જવા નીકળી ગયા છે, થોડા લોકો એટલા ગરીબ છે કે લવાજમ ભરી શકયા નથી. પરંતુ એ કહેતાં અમને દુ:ખં થાય છે કે સૌથી સબળ કારણ પૈસા આપવાની નામરજી છે. તોપણ જે થોડા કાર્યકરો આગળ આવે અને મહેનત કરે તો બાકી રકમના ૩૦ ટકા ઉઘરાવાય એવો સંભવ છે. બેનેટ કેસ માટેના સામાન્ય તથા ખાસ દાનોની તથા ન્યૂકેસલ અને ચાર્લ્સટાઉનનાં લવાજમોની યાદી[૨] નીચે આપી છે.
યાદી વિગતવાર આપી છે કારણ કે આ નામો છાપેલી યાદીઓમાં બતાવાયાં નથી. આમ કુલ આવક નીચે મુજબ છે:
લવાજમો | પા. ૫૩૫-૧૭-૬ |
દાનો | પા. ૮૦-૧૭-૦ |
પા. ૬૧૬-૧૪-૬ |