લખાણ પર જાઓ

અખાના છપ્પા/જડભક્તિ અંગ

વિકિસ્રોતમાંથી
← ખળજ્ઞાની અંગ અખાના છપ્પા
જડભક્તિ અંગ
અખો
સગુણભક્તિ અંગ →


ખળજ્ઞાની અંગ

પંડ પખાળે પૂજે પાણ. મનમાં જાણે હું તે જાણ;
આપે આતમ બારે ભમે, મુરખ સામું માંડી નમે;
ડાહ્યો પંડિત થઈ આદરે, તે અખા ધાર્યું કેમ કરે. ૨૮૨

ગુણ જોઈએ તો ગુરુને શોધ, જે ગુરુ આપે તત્વનો બોધ;
પરને વળગ્યો હીંડે અંધ, આંખ્યાળો નવ વળગે ખંધ;
સદ્ગુરુ વિના ગળે બાંધી શલા, એમ અખો ભર્મ્યા ભલભલા. ૨૮૩

રિ કહે છે તે કહે ક્યાં વસે, વેને જાણ કાયા કાં કસે;
બ્રહ્મજ્ઞાનમાં સર્વે વળે, જેમ બહુ મહોર સોનું એકલે;
તૃણ માર્યે કેમ પાડો મરે, એમ અખા સૌ સાધન કરે. ૨૮૪

ગુણ ગાવા તે ગુણીનું કર્મ, ધારાણા ધ્યાયા યોગીનો ધર્મ;
ભક્તિ વૈરાગ્ય વૈષ્ણવ કહે કથી, પણ વસ્તુપણામાં કર્ત્તવ્ય નથી;
અખા પ્રપંચ હોય વિધવિધે, જ્ઞાન પેધું સાધકે જે દીધું સંધે. ૨૮૫

સુધ માંહી સાધન તે કશું, તેજમાં રૂપ કાંઈ વાસો વસ્યું;
જેમ મીનને તરવું તે સહેજ, પંખી જેમ આકશે રહે જ;
તેમ જ્ઞતાને સાદન તે સુઝ, એમ અખાને સાંને કરી બુઝ. ૨૮૬

બોલે ચાલે તે હરિ વડે, પશુ પથ્થરને લાગી પડે;
કોય પત્ર સેવે કોને વસ્ત્રપૂજ, એમ ગઈ આતમની સૂઝ;
મોદ ભર્યા માને નહીં વાત, અખા અણજાણે આતમઘાત. ૨૮૭

રિમાં રહે તે ગુણ શું ગાય, પાપી પાવન થાવા જાય;
કુંવારી લે વરનું નામ, સદા શોહાગણ સંગે સ્વામ;
પોતે પોતાને કરવો સાદ, એ તો અખા ઘેલાંનો વાદ. ૨૮૮

રિ મળે જન સબરસ થાય, જે અળગો તે લેવા જાય;
કાંઈ તરે શું કહેતું ફરે, કોને વ્યંડળ કેને વરે;
દ્વૈત નહીં ત્યાં રીત જ કશી. એમ અખા જોજો અભાસી. ૨૮૯

રતા કોણ ને સાધન કશું, સુણિ માની મન કરવા ધસ્યું;
વાતે વાતે વાધ્યો વિસ્તાર, જેમ ધુમાડો થયો નવસાર,
અખા વિચારી જોતાં ફોક, જેમ ઊંડો કુવો ને ફાટી બોખ. ૨૯૦

ઉંઘ્યો કહે ઉંઘ્યો સાંભળે, તેણે જડપણું બેનું નવ ટળે;
જેમ ચિત્રામણના દીવા વળે, કેમ રાત અંધાની દૃષ્ટે પડે;
શું સાંભળે ને અખો શું કહે, જો માયા લાલચથી બીહે. ૨૯૧

પ્રપંચ પારે રહે છે રામ, સદા સર્વદા ન્યારું ધામ;
તેવડે ચાલે આ સંસાર, આગમાપાઇ તે નીરધાર;
અખે રામ ઓળખિયો તેહ, ઉદર આભ્યંતર નાવે જેહ. ૨૯૨

બ્દજાળ કર્મના ગ્રંથ, એમાં સાર ન લાધે અંતર;
સાચું સાધન જે કો કેરો, વાગવિલાસ સકળ પરહરો;
શબ્દાતીતને જાણે જેહ, અખા સાચું સાધન એહ. ૨૯૩

સાચું સાધન શુદ્ધ વિચાર, જે હું મારાને કાઢે પાર;
એ મૂકી અન્ય સાધન કરે, જેમ ભ્રમરોગી વિજ્યા વાવરે;
નિજ આત્મ જાણ્યા વિના ભર્મ, અખા નહિ છૂટે કર્તા કર્મ ૨૯૪

બ્દ જાળ માયાનું કુંડ, ત્યાં નર પડે મતિ મૂઢ;
શણગારી વાણી સૌ ગાય, મોહ્ય જીવ સાંભળવા જાય;
અખા શું વાંચ્યું સમજ્યો કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. ૨૯૫

જ્ઞાની ને ઉંટ બચકું, ઝીલ્યું મૂકે નહિ મુખ થકું;
અખા અણજાણ્યે પેઠું કાન, ચાલ્યો પંથ દર્શન તે માન;
કેને કર્તા ન જાણ્યો જડે, વઢે ઢીક ને કટારી વડે. ૨૯૬

ણે ગણે શી સાધી વાત, અવળાં પડ વળ્યાં વળી સાત;
ઊંચ નીચ હૃદિયામાં હતાં, અખા થાપીને કીધાં છતાં;
પાંડિત્ય કરતાં લાગું પાપ, પાઈ દૂધ ઉછેર્યો સાપ. ૨૯૭

શું સમજ્યો ગુરુ શરણે જઇ, જો ભ્રાંત છોત્ય ઘર વાંસે રહી;
અજ્ઞાન તો રંચે નવ ગયું, વાધ્યો ભર્મ એ અદકું થયું;
અખા હલાવ્યો ઠાલો હળ્યો, એ સગુરાથે નગુરો ભલો. ૨૯૮

પ્રાપ્ત રામ કહે તે ગુરુ , બીજા ગુરુ તે લાગ્યાં વરુ;
ધન હરે ધોખો નહિ હરે, સંબંધ સંસારી સાચો કરે;
અખા શું સમજ્યો ગુરુ કરી, સવરાચાર દીઠા નહીં હરી. ૨૯૯

ર્મ કરી શું હરખે હળ્યા, એ તો દામ ઉલેખે પળ્યા;
જેને લેખે જીવ જ ટળે, તે જ સમજતાં નામું વળે;
તત્વજ્ઞાન વિણ બીજું અખા, તે રમવું જેમકાચ કાંચકા. ૩૦૦

હે અખો મુજ આવે હસું, એ ક્યાંથુ ટીખળ મનમાં વસ્યું;
હિરણ્ય ગર્ભ હરિ આપોઆપ, ત્યાં દ્વૈત અચાનક લાગ્યું પાપ;
કોણ સુણ સુણે ને અખા કોણ કહે, હરિની વાત તો એજ લહે. ૩૦૧

હું તું થૈ બોલ્યા એ ખરું, તે હું જ નહીં તો શું ઉચરું;
જેમ મૈઅરમાં વાજે સાદ, એકલો ગારુડી પૂરે નાદ;
એહ અખા એવો શો ભેદ, તો હું માને શો વિધિ નિષેધ. ૩૦૨

પે આપમાં ઊઠી બલા, એક રામ ને એક કહે અલ્લા;
અલ્લા રામ તે કેનું નામ, કોણ સાંભળે તે નિજ ધામ;
કહે અખો ઉપજાવ્યો કળો, કળકલે બાળ રમે એકલો. ૩૦૩

અખાના છપ્પા