અખાના છપ્પા/સહજ અંગ
Appearance
← ગુરુ અંગ | અખાના છપ્પા સહજ અંગ અખો |
કવિ અંગ → |
સહજ અંગ
ધર્મ સતવાદી ભીમ બળવંત, સેદેવ જોશી જાણે તંત;
અર્જુન બાણાવળી નકુળ ચતુર, સાથ જેને શ્રીકૃષ્ણ હજુર;
વન ભોગવતા દુખિયા થયા, પામી રાજ્ય અધુરા ગયા;
સહેજે જે થાયે તે થાય, કર્તવ્યનું બળ અખો ન ગાય. ૧૮
સુધું સમજી સુખિયો થા, મૂકી આપ ઇશ્વરમાં જા;
ધરમ અરથ મોક્ષને કામ, એ માયા પગ મૂક્યાં ઠામ;
નિસ્પૃહી તે નિરાળો રહે, અખા લાલચિયો લીધે વહે. ૧૯
સમજે તો અવળું છે તાન, બીજું ઇચ્છે એહજ જ્યાન;
સોનામાંહે બીજું ભળે, મૂળ રૂપ તેનું જ્યમ ટળે;
જેમ છે તેમ એ છે આત્મા, અખા કેની એવી છે ક્ષમા. ૨૦