અખેગીતા/કડવું ૧૭ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ - ૧
← કડવું ૧૬ મું - જીવન્મુકતનો મહિમા -૨ | અખેગીતા કડવું ૧૭ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ -૧ અખો |
કડવું ૧૮ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ - ૨ → |
કડવું ૧૭ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ - ૧
વસ્તુને વાણીબોલીનવશકેજી, મનતણી સુરતજિહાં જાતાં થકે જી;
સદ્ગુરુ-કેરો જો લક્ષ આવે તકેજી [૧], તે નર [૨]સ્વેં હરિ થાય જેણે પલકેજી[૩]
હરિ થાય તે હેત સમઝે, દેહાતીત છે આત્મા;
પરાત્પર[૪] પરબ્રહ્મ કેવળ, તેને ન આવે વાતમાં ૧
અમલ આતમ એક પૂરણ, અખંડિત અવિનાશ;
અજર [૫] અમર અનામ [૬] અવ્યય [૭] પૂરણ જ્યોતિ-પ્રકાશ. ૨
તેને આદ્ય અંત્ય ને મધ્ય નહિ, નહિ જેહને દેશ-કાળ;
છાયા-માયા-વપુ [૮]-વર્જિત, માપરહિત વિશાળ. ૩
અધો[૯] ઊર્ધ્વ [૧૦] મધ્ય નહિ, નહિ દિવસ ને રાત;
બાલ યૌવન વૃધ્ધ નહિ, ભાઈ તેવડે સર્વે ભાત. ૪
ત્યાં વારિ [૧૧] વાયુ વસુધા[૧૨] નહિ, નહિ અનલ [૧૩] ને આકાશ;
સર્વમાંહીને સર્વવર્જિત, નહિ ઉત્પત્તિને નહિ નાશ. ૫
માનવદાનવ [૧૪] દેવ પન્નગ [૧૫], નાગ નહિ નર નાર ;
સર્વ કેરૂં જીવન સદા, પણ સ્પર્શે નહિ લગાર. ૬
તપ્ત [૧૬] શીતલ સુભગ [૧૭] સુંદર, કહ્યો ન જાય તેહ;
મૂલ માપ ન થાય, નહિ પ્રેહ [૧૮] નિસ્પ્રેહ. ૭
ક્ષીર ખટર્સ મધુર મોળું, તીક્ષ્ણ [૧૯] મિષ્ટ ન કહેવાય;
દીર્ઘ લઘુ કે વામ દક્ષિણ, સર્વ વર્જિતનેં માંય; ૮
નીલ [૨૦] પીત [૨૧] કે શામ [૨૨] ઉજ્જ્વળ, રહિત અવસ્થા ચાર [૨૩]