આત્મવૃત્તાંત/મુંબઈમાં સારવાર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← માંદગીને કારણે નોકરીમાં મુશ્કેલી મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
મુંબઈમાં સારવાર
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
મુદ્રાલેખ →


૪. મુંબઈમાં સારવાર
તા. ૧૪–૬–૮૮
 

પેલા વિશ્વાસઘાતી દલાભાઈના મુંબઈમાં મને મુકી જતા રહ્યાથી હું છેક નિરાધાર થઈ પડ્યો. પણ મોતીરામ તથા હરકીસને મને જરા પણ અડચણ પડવા દીધી નહિ. પાંચછએક દિવસમાં ભાવનગરથી જેશંકર આવ્યો તેણે મને મારાં સર્વ સગાંની ગરજ લગભગ એક માસ લગી સારી. પછી હું સારી હવા માટે વાલકેશ્વર રહેવા ગયો, ત્યાં વિચાર કરતાં મારી માને મારે માઠું ન લગાડવું એમ લાગવાથી તેમને બોલાવી લીધાં. જેશંકરને આજે જરૂરસર જવું પડ્યું તેને બદલે દેશમાંથી જગન્નાથ મુંબઈ આવ્યો હતો તે આવી મારી પાસે રહ્યો. આજે મને જરા ઠીક છે. સહજ ગળે ઉતરવા લાગ્યું છે.