ઋતુગીતો/લોકગીતોમાં ઋતુગીતો/પરદેશી પતિને

વિકિસ્રોતમાંથી
← (૧૫) સરામણ આયો રે ઋતુગીતો
પરદેશી પતિને
ઝવેરચંદ મેઘાણી
(૧૭) મેહ–ઉજળીની બારમાસી →



પરદેશી પતિને


આ તો કાળૂડી રે કાંઠાળ ઊપડી,
આ તે મોટી રે છાંટારો મે રે સરદારાં !
મે રે ઉમરાવાં !

અંદર ધડૂકે મે આવિયો
વીજળીએ વરસાળો માંડિયો.

આ તો ભરિયાં રે નાડાં નાડકી,
આ તો ભરિયાં રે ભીમ તળાવ સરદારાં !
તળાવ ઉમરાવાં –અંદ૨૦

આ તો રાણી ભટિયાણી કાગળ મોકલે
થે તો ઘરે આવો નણદીના વીર સરદારાં !
વીર ઉમરાવા ! –અંદર૦

થારાં [૧]હાળીયાં માંગે રે [૨]હાળી’પો
થારાં લોક જી માંગે ખેત સરદારાં !
ખેત ઉમરાવા –અંદર૦

મારા હાળીયાંને દેજો હાળી’પો ,
મારાં લોકને ઝાઝાં ખેત સરદારાં !
ખેત ઉમરાવાં –અંદર૦

થારા ઘોડલાં રે ભીને ઘોડારમેં,
થારા હાથી રે ભીને હાથીઆળ સરદારાં !
હાથીઆળ ઉમરાવાં –અંદર૦

થારાં રાણીજી ભીને ગોખમેં,
થારા કુંવર ભીને પાળણે સરદારાં !
પાળણે ઉમરાવાં –અંદર૦

મોરાં ઘોડલાંને રે બાંધે ઘોડહારે,
મોરાં હાથિયાંને નાખો ઝૂલ સરદારાં !
ઝૂલ ઉમરાવા ! –અંદર૦

મારી રાણિયાંને બેસાડો ગોખમેં,
મારા કુંવરને નાખો પાળણે સરદારાં !
પાળ ઉમરાવા !

અંદર ધડૂકે મે આવિયો
વીજળીએ વરસાળો માંડિયો

  1. ૧. હળ હાંકનાર સાથીઓ.
  2. ૨. મહેનતાણું, મુસારો