એકતારો/આ પારે ગામડું ને એ પારે શે’ર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← હિન્દીજન તો તેને કહીએ જે એકતારો
આ પારે ગામડું ને એ પારે શે’ર
ઝવેરચંદ મેઘાણી
ભીડેલા આાભને ભેદી કો' રાજબાળ  →લોકેશ્વરનો સેતબંધુ
Ο

આ પારે ગામડું ને એ પારે શે'ર
વચ્ચે જુદાઈનાં પાણી વ્હેતાં
દોઢ દોઢ સૈકાનાં જૂનેરાં વેર
એ રે પાણીની પોલ માંહે રે'તાં. ૧.

આજે એ નીર પરે સેતુ બંધાય
આજે તો પાણીમાં પત્થર તરતા.
સતજુગમાં રામનામ કેરી દુવાઈ
કળજુગમાં દેશ–નામ રે'શું રટતા. ૨.