લખાણ પર જાઓ

એકતારો/કોઈ તાણે એનાં શીંગડાં ને તાણે

વિકિસ્રોતમાંથી
← મર્ત્યજનોની માત ધરણીને અમરોનાં વરદાન ! એકતારો
કોઈ તાણે એનાં શીંગડાં ને તાણે
ઝવેરચંદ મેઘાણી
વેચશો મા મને વેચશો મા →


નધણીઆાતી નથી
O

કોઈ તાણે એનાં શીંગડાં ને તાણે
કોઈ બીજો એના કાન,
હાથ આવ્યા એના આાથેય અગને
ઝોંટ દેતા ઝાઝા રાણ,
ઘેરે પૂળો ઘાસ તો છે નૈ;
નોધણીઆતી હાથ લાગી ગૈ ! ૧.

તાણાતાણી બીચ બાંગ દેતી ધેનુ
ઢીંક દેવા યે નાદાર,
'દૂધ વિહોણી આ દેહને કારણ
શીદ માંડો તકરાર ?'
પૂછે છે તો ગોકળી કે' છે,
'શું છે ખોટું ! ચામ તો રે' છે!' ૨.

'જાણ સુજાણ ગોવાળીડા રે વીરા,
ગેલા મ થાવ ગમાર !
વાંભ સૂણો મારા ધીંગા ધણીની
આવતાં નૈ લાગે વાર,
સૂકા મારા ચામડા સાટે
જોજો લીલાં ચામ નો ફાટે !' 3.