લખાણ પર જાઓ

એકતારો/ચિતા સાત સો જલે સામટી

વિકિસ્રોતમાંથી
← વેચશો મા મને વેચશો મા એકતારો
ચિતા સાત સો જલે સામટી
ઝવેરચંદ મેઘાણી
દ્યો ઠેલા, દ્યો ઠેલા, દ્યો ઠેલા, →



નિરર્થક તૈયારીઓ*[]

ચિતા સાત સો જલે સામટી
ઈતનાં ઈંધણ રાખ્યાં’તાં
ભાઈ ! ઇતનાં ઈંધણ રાખ્યાં’તાં,
લંબા ચૌડા સબ કોઈ સાટુ
ખાંપણ પૂરાં માપ્યાં’તાં
ભાઈ! ખાંપણ કોરાં માપ્યાં’તાં. ૧.

કાલા–પાની, ગરીબ ટાપુ,
વાળીઝોળી રાખ્યાં’તાં
ભાઈ ! વાળીઝોળી રાખ્યાં’તાં,
ઉપવાસીની સગવડ સમજી
સ્મશાન ઓરાં રાખ્યાં’તાં
ભાઈ! મસાણ સન્મુખ રાખ્યાં તાં. ૨.


  1. *૧૯૩૭ સપ્ટેમ્બરમાં આંદામાનના રાજકેદીઓના ઐતિહાસિક ઉપવાસો ગાંધીજીએ છોડાવ્યા તે અવસરે, એ કારાગૃહના સ્થાનિક કર્મચારીઓની મનોદશાનું કટાક્ષાલેખન.

આપઘાતીઆ હતભાગીને
માવીતર સાંભરતાં’તાં
ભાઈ! માતાપિતા સાંભરતાં’તાં !
આાંદામાનની અમરાપુરીથી
ગંદાં ઘર વધુ ગમતાં’તાં
ભાઈ! ગદાં ઘર બહુ ગમતાંતાં ! ૩.

સાત સાત શત મુર્દાં કેરા
હા હા કા ર નીંગળતા’તા
ભાઈ ! હાહાકાર ઉકળતા’તા,
જીવતાંનાં ક્રન્દન કરતાં પણ
કંકાલો વધુ રડતાં'તાં
ભાઈ! કંકાલો વધુ રડતાં’તાં ! ૪.

મનકી હમારે મનમેં રહે ગઈ
મરનેકી મિટ ગઈ બાતાં
ભાઈ! મરનેકી મિટ ગઈ બાતાં,
કફન, ઈંધણાં, સ્મશાન, સબકુછ
રહ્યાં હાય હા ! વા ખાતા
ભાઈ ! રહ્યાં બાપડાં વા ખાતાં ! ૫.