એકતારો/દેવાયત પંડિતે દા’ડા દાખવ્યા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← વીરા ! સત્તાની દેરીઓ ઉખાડી એકતારો
દેવાયત પંડિતે દા’ડા દાખવ્યા
ઝવેરચંદ મેઘાણી
યુગ યુગના કેડા પર કદમે ભરતી →


હજી શું બાકી હશે !
O

દેવાયત પંડિતે દા'ડા દાખવ્યા
જૂઠડા ન પડિયા લગાર
લખ્યા રે ભાખ્યા રે એ દન આવિયા
તો ય નાવ્યા જુગના જોધાર
હજી રે કેવાક દિનડા આવશે. ૧.

શું શું રે થવાનું બાકી હશે,
કાલ્ય કેવો ઊગશે રે ભાણ,
આટલાં સહ્યાં યે શું અધૂરાં હશે,
નવી કઈ નરકે પ્રયાણ,
જ્ઞાની તો રૂવે ને પાપીડાં હસે. ૨.