એકતારો/સલામો કરૂં બીજના ચાંદને,

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← બનાવટી છે ! એકતારો
સલામો કરૂં બીજના ચાંદને,
ઝવેરચંદ મેઘાણી
આભને પાદર એક ચિતારે રાવટી તાણી રે →


[ ૯૩ ]

સલામો
Ο

*[૧] સલામો કરૂં બીજના ચાંદને,
સલામો જમીંને ને આસ્માં તને !
સલામો ચમનને ને વેરાનને
ઉછેર્યો તમે એક ઈન્સાનને. ૧

દીઠાં છે ન કાશી કે કાબા અમે,
કુરાનો પુરાણો પડ્યાં નૈ અમે,
ન નાપાક કે પાકના ભેદની
કિતાબો અમે ઉમ્રભરમાં ભણી. ર

અમે જે હતા ઢૂંઢતા તે જડ્યું
અહીં એક ઈન્સાનને દિલ ભર્યું
નયન નીતર્યું ને સબકથી સર્યું
નૂરે–વસ્લ: એણે વતનને ધર્યું. 3

અમે મિસ્કિનોને શી દૌલત મળી !
ગરૂરી વધી નૈ, ગઈ ઓગળી.
હતા કંજુસો કાળજૂના અમે ,
ગયા વીફરી, રે ફના કાં ગમે ! ૪


  1. *મૌલાના અબુલ કલામ આઝાદને અંજલિ