લખાણ પર જાઓ

કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/અનોપમા (અનુપમા)

વિકિસ્રોતમાંથી
← વાશિષ્ઠી કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
અનોપમા (અનુપમા)
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ઉત્તરા (બીજી) →




६७–अनोपमा (अनुपमा)

નો જન્મ સાકેત નગરમાં એક શેઠને ત્યાં થયો હતો. એના અનુપમ રૂપલાવણ્યને લીધે લોકો તેને અનુપમા કહેતા. તેના સૌંદર્યથી મુગ્ધ થઇને અનેક રાજકુમારો, પ્રધાનપુત્રો તથા શેઠિયાઓ તેના હાથની માગણી કરતા. અનોપમાના પિતાને તેઓ અનેક પ્રકારની લાલચો બતાવતા. અનોપમાએ એક દિવસ પિતાને કહ્યું કે, “હું સર્વશ્રેષ્ઠ પાત્રને વરીશ.” ત્યાર પછી એણે બુદ્ધ ભગવાનના ચરણકમળનો આશ્રય લીધો. બુદ્ધ ભગવાને તેને ધર્મનો ઉપદેશ કર્યો અને અંતર્જ્ઞાન પ્રાપ્ત થવાને માટે જે સાધન કરવાનું હતું તે સમજાવ્યું. ત્યાર પછી બુદ્ધ ભગવાનની આજ્ઞાથી તેણે થેરીપદ સ્વીકાર્યું . ભિક્ષુણી થયા પછી સાતમે દિવસે તેણે અર્હંત્‌પદ પ્રાપ્ત કર્યું.

થેરીગાથામાં ૧૫૧ થી ૧પ૬ સુધીના શ્લોક તેના રચેલા છે.