એનો જન્મ શ્રાવસ્તી નગરીમાં એક ક્ષત્રિય કુટુંબમાં થયો
હતો. યુવાવસ્થા પ્રાપ્ત થયા પછી પટાચારાના ઉપદેશથી તેણે ભિક્ષુણીવ્રત ધારણ કર્યું હતું. એક દિવસ પટાચારાએ શીખવેલી પદ્ધતિ પ્રમાણે ધ્યાન ધરવા સારૂ એ એકાંત સ્થળમાં જઈને આસન વાળીને બેઠી તથા સંકલ્પ કર્યો કે, “જ્યાં સુધી મારા હૃદયને બધી જાતના આસવોના અધિકારમાંથી મુક્ત નહિ કરૂં, ત્યાંસુધી હં અહીંથી ઊઠીશ નહિ.” એ પ્રમાણે દૃઢ સંકલ્પ કરીને તેણે ધ્યાન ધર્યું અને થોડા સમયમાં અર્હંત્પદ પ્રાપ્ત કર્યું. થેરીગાથામાં ૧૭૫ થી ૧૮૧ સુધીના શ્લોક તેના રચેલા છે.