કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/ઉત્તમા (પહેલી)

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સામા (શ્યામા) કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
ઉત્તમા (પહેલી)
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ઉત્તમા (બીજી) →


४५–उत्तमा (पहेली)

શ્રાવસ્તી નગરીમાં એક ખજાનચીની કન્યા તરીકે તેનો જન્મ થયો હતો. પુખ્ત વયની થતાંવાર પટાચારા નામની વિદુષી થેરીનો ઉપદેશ સાંભળ્યાથી એ પણ સંસારનો ત્યાગ કરીને થેરી બની ગઈ હતી અને આખરે અર્હત્‌પદને પામી હતી. પોતાનો એ અનુભવ જણાવતાં એ ગાથામાં કહે છે કે, “શાંતિની શોધમાં હું ચાર પાંચ વિહાર છોડી દઈને અરણ્યમાં ચાલી ગઈ,પણ એથી મારા ચંચળ ચિત્તને શાંતિ વળી નહિ. આખરે ‘આ જીવન તદ્દન અસાર છે’ એવો જેનો ઉપદેશ છે એવી એક ભિક્ષુણીનાં મને દર્શન થયાં. સાત દિવસ સુધી એક આસને હું ધ્યાન ધરીને બેઠી અને અપાર સાધના સાધી. આઠમે દિવસે મારો અંધકાર દૂર થઈ ગયો, પ્રકાશ પ્રકટી નીકળ્યો અને મેં મુક્તિ મેળવી.”