કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/ચારુમતી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← શુભા જીવકંબવનિકા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
ચારુમતી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ઇસિદાસી (ઋષિદાસી) →


८२–चारुमती

સન્નારી ચક્રવર્તી રાજા અશોકની પુત્રી હતી. અશોકે તને ઘણું સારૂં શિક્ષણ આપ્યું હતું. બૌદ્ધધર્મનું પણ તેને ઉચ્ચ પ્રકારનું જ્ઞાન હતું. ઈ. સ. પૂર્વે ૨૫૦ માં અશોક રાજા નેપાલનાં તીર્થોની યાત્રા કરવા સારૂ ગયો હતો, તે સમયે ચારુમતી તેની સાથે હતી. ત્યાં આગળ તેણે દીક્ષા લીધી અને ભિક્ષુણી બની. તેના પતિનું નામ દેવપાલ ક્ષત્રિય હતું. સંસારના અનેક સુખ અને વૈભવનો ત્યાગ કરીને પવિત્ર સંન્યાસિની વ્રત એણે પસંદ કર્યું હતું. પિતા અશોક નેપાળની યાત્રાએથી પાછા ફર્યા પણ એ તો નેપાળમાંજ એક મઠમાં રહી. પતિ માટે તેને ઘણી ભક્તિ હતી. એ ભક્તિને કાયમનું મૂર્તિસ્વરૂપ આપવાના હેતુથી તેણે દેવપટ્ટણ નામનું નગર વસાવ્યું હતું. અશોકે એ નગરમાં પાંચ મોટા સ્તુપ બંધાવીને એની ગણના તીર્થસ્થાનોમાં કરી હતી. આ સ્તુપ તથા ચારુમતીએ બાંધેલા બીજા પવિત્ર સ્થાનો હજુ સુધી મોજૂદ છે અને ચારુમતીએ ગાળેલા ધર્મજીવનની સાક્ષી પૂરે છે. એનો મઠ પણ પશુપતિનાથની ઉત્તરે હજુ સુધી દીઠામાં આવે છે.