કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/પ્રભવા

વિકિસ્રોતમાંથી
← વાસવદત્તા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
પ્રભવા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
રુકમાવતી →


१०–प्रभवा






પ્રભવા શ્રાવસ્તી નગરીના એક ધનવાન વણિકની કન્યા હતી. તેની સાથે લગ્ન કરવાને અનેક વણિકો તથા રાજકુમારો ઉત્સુક હતા, પણ વણિકકન્યા પ્રભવાએ તેમની બધાની વિનતિનો અસ્વીકાર કર્યો હતો. તેણે ચિરકૌમારવ્રત ધારણ કર્યું હતું. બુદ્ધદેવની પાસે જઈને તેણે નિર્વાણતત્ત્વનું શિક્ષણ મેળવ્યું હતું. શિક્ષણના પ્રભાવથી એ ઘણી પ્રભાવશાળી સાધ્વી થઈ હતી. નિર્વાણનું તત્ત્વ તેણે ઉત્તમ રીતે હૃદયગત કર્યું હતું તથા ધીમે ધીમે ‘અર્હત્’ પદ પ્રાપ્ત કર્યું હતું. એમ કહેવાય છે કે, એક જન્મમાં એટલું બધું તત્ત્વજ્ઞાન કોઈને પ્રાપ્ત થયું નથી. પ્રભવાને તેના પૂર્વજન્મના અભ્યાસે એટલું બધું અસાધારણ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી એમ બૌદ્ધ લોકોનું માનવું છે.