કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/બડ્‌ઢેસી

વિકિસ્રોતમાંથી
← વિમળા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
બડ્‌ઢેસી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સીહા (સિંહા) →


५५–बड़्ढेसी

નું ગોત્રનામ જાણ્યામાં આવ્યું નથી. દેવદહ નગરમાં તેનો જન્મ થયો હતો અને તે મહાપ્રજાપતિ ગૌતમીની ધાત્રી હતી. જ્યારે મહાપ્રજાપતિ ગૌતમીએ સંસારનો ત્યાગ કર્યો ત્યારે તેણે પણ એમનું અનુસરણ કર્યું; પરંતુ પચીસ વર્ષ સુધી તેનું ચિત્ત એકાગ્ર થઈ શક્યું નહિ તથા વિયોગની લાલસા તેના હૃદયમાંથી જડમૂળમાંથી નીકળી ગઈ નહિ. આખરે ધર્મદિન્નાનો ઉપદેશ સાંભળ્યાથી તેની અધમ વાસનાઓનો નાશ થયો અને તેને અંતરદૃષ્ટિ પ્રાપ્ત થઈ. પોતે અંતર્જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કર્યું, તેનું વર્ણન તેણે થેરી ગાથામાં ૬૭ થી ૭૧ સુધીના શ્લોકમાં કર્યું છે.