કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/મિત્રા
Appearance
← શુક્કા (શુક્લા) | કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો મિત્રા શિવપ્રસાદ દલપતરામ પંડિત |
શૈલા (સેલા–શૈલજા) → |
४९–मित्रा
શાક્ય વંશમાં તેનો જન્મ થયો હતો. અપદાનમાં તેનું નામ નાલમાલિકા પણ લખેલું છે. પ્રજાપતિ ગૌતમીના સાથે તેણે પણ સંસારનો ત્યાગ કર્યો હતો અને ધર્મશાસ્ત્રનું અધ્યયન તથા એકાંતમાં ધર્મચિંત્વન કર્યાથી તેણે અર્હંત્પદ પ્રાપ્ત કર્યું હતું. એણે ગાથા રચેલી છે. એણે વ્રતવિધાન પણ ઘણાં કર્યાં હતાં.