પતિના પીડનથી અને સંતાનોના કલેશથી સંસાર ઉપરથી તેનું ચિત્ત ઊઠી ગયું હતું અને થેરી બની હતી. એનું જીવન થેરી તિષ્યાને મળતું આવે છે. એણે પોતાની થેરીમાં લખ્યું છે કે, “આ દુઃખમય જીવનમાં જાણીજોઈને કોણ ફરીથી જન્મ લેવાની ઈચ્છા રાખે ? માટે જન્માંતરની તૃષ્ણા ત્યજી દઈને તું શાંત ચિત્તે વિચર.”