કુસુમમાળા/મેઘગર્જન
Appearance
← લાગટ હૅલી ઊઘડતી વખતની રચના | કુસુમમાળા મેઘગર્જન નરસિંહરાવ દિવેટિયા |
પ્રભાત → |
મેઘગર્જન
[રાગ સોરઠ, તાલ ઝંપા]
પ્રિય! સુણ્ય તું, પેલી નભ ચુમ્બતી
ગિરિમાળ પાછળ નાદ શો?
કંઈં કુપિત સિંહ ગિરિગવ્હરે
ત્રાડતો ધરી ઉન્માદ શો?
પ્રિય! સુણ્ય તું○ ૧
ન હોય કેશરિનાદ ગભીરો,
એ તો ગર્જતો ધન ધીરો,
સુગન્ધમય જો શીત સમીરો
અહિં આવી દે સુખસ્વાદ શો!
પ્રિય! સુણ્ય તું○ ૨
રવિપ્રભા ચુમ્બી ઘનરાયે
ઉપજાવ્યું સુન્દર નભમાંહે
રંગીલું ઈન્દ્રધનુ આ એ
વિલસે ધરી આલ્હાદ શો!
પ્રિય! સુણ્ય તું○ ૩
મત્ત બન્યો જો આ મોરલિયો
કેકારવ કરી નાચે અલી ઓ!
મેઘનાદશું રવ તે મળિયો, -
સુણી મન ઊઠે પ્રતિનાદ શો!
પ્રિય! સુણ્ય તું૦ ૪
ટીકા
[ફેરફાર કરો]કડી ૨. સમીરો- (બહુવચન) 'આવી' અને 'દે'નો કર્તા.
કડી ૪. સૂણી મન ઊઠે પ્રતિનાદ શો - કેકા તથા મેઘનાદ સાંભળીને મનમાં ગમ્ભીર આનન્દની ઊર્મિ ઉત્પન્ન થાય તે પ્રતિનાદ.