લખાણ પર જાઓ

ગાંધીજીનો અક્ષર દેહ - ૧/ઓળખનો સવાલ

વિકિસ્રોતમાંથી
← પટવારીને પત્ર ગાંધીજીનો અક્ષરદેહ
ઓળખનો સવાલ
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
હિંદી વેપારી →


૧૬. એાળખને સવાલ
પ્રિટોરિયા,


સપ્ટેમ્બર ૧૬, ૧૮૯૩

શ્રી તંત્રી धि नाताल ऍड्वर्टाझर

સાહેબ,

મિ. પિલ્લેએ धि नाताल ऍड्वर्टाझरને મોકલેલો પત્ર [૧] તમારા અખબારમાં ટીકાટિપ્પણી સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે તે બીના તરફ મારું ધ્યાન ખેંચવામાં આવ્યું છે. ડરબનમાં આવનાર અને હાલ જે પ્રિટોરિયામાં છે તે કમનસીબ હિંદી બૅરિસ્ટર-ઍટ-લૉ હું છું; પણ હું મિ. પિલ્લે નથી કે હું બી.એ.ની ડિગ્રી પણ ધરાવતો નથી.

હું છું વ.


મો. ક. ગાંધી

[મૂળ અંગ્રેજી]
धि नाताल ऍड्वर्टाझर, ૧૮-૯-૧૮૯૩


  1. ૧. પોતાને (પિલ્લેને) ફૂટપાથ પરથી હડસેલી દેવામાં આવેલા તે બાબતની ફરિયાદનો.