ગાંધીજીનો અક્ષર દેહ - ૧/કમરુદ્દીનને કાગળ

વિકિસ્રોતમાંથી
← નાતાલ ધારાસભાને અરજી ગાંધીજીનો અક્ષરદેહ
કમરુદ્દીનને કાગળ
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
શાકાહારી મિશનરીઓની મંડળી →


૫૦. કમરુદ્દીનને કાગળ
પી. ઓ. બૉકસ ૬૬

ડરબન, નાતાલ,

૫-૫-૧૮૯૫

રા. રા. મહંમદ કાસમ કમરુદ્દીન,

આપના તરફથી ઇન્ડિયન સહીઓ મળી. ડચની સહીઓ લઈને તુરત પ્રિટોરિયે મોકલાવી હશે. એ કામ ઘણું જરૂરનું છે એટલે ઢીલ ન થવી જોઈએ. મેં પ્રિટોરિયે તાર પણ કર્યો છે કે ડચની અરજીની [૧] નકલ ત્યાં મોકલે. તે બધું કામ બુધવાર સુધીમાં ખલાસ થઈ જવું જોઈએ. શું કર્યું છે તે ખબર વિગતવાર લખજો.

સૌ કોઈ હિંદુસ્તાનીએ આમાં મહેનત કરવાની પૂરી જરૂર છે. નહીં તો પાછળથી પસ્તાવો થશે.

મોહનદાસ ગાંધી

ગાંધીજીના પોતાના હસ્તાક્ષરમાં લખાયેલા ગુજરાતી કાગળની છબી પરથી.

  1. ૧. પછીનું ૧૫૦મું પાનું જોવું.