ગુજરાતની ગઝલો/પ્રેમની ઘેલાઈ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← એકના વિના ગુજરાતની ગઝલો
પ્રેમની ઘેલાઈ
[[સર્જક:|]]
૧૯૪૩
પ્રેમ અને સત્કાર →


૬૫ : પ્રેમની ઘેલાઈ


લપાઈ પ્રેમની ઘેલાઈમાં છૂપી ખુદાઈ છે,
ચમકતાં લોહ ખંજરમાં મીઠી લહેજત સમાઈ છે.

થઈ ઘેલો જગે ફરવું સનમનું ગાન મુખ કરવું,
હૃદયમાં ધ્યાન તો ધરવું સનમનું એ કમાઈ છે

ભર્યું છે દુઃખ દુનિયામાં નહિ કંઈ સુખ દુનિયામાં,
છતાં સુખ મેળવે તેથી, જગતમાં એ નવાઈ છે.

અમે ચોળી સહુ અંગે, સનમની યાદ કેરી ખાક,
ધૂની આ પ્રેમીનીમાં તે, કળી સુખની લપાઈ છે.
 
નિસાસા માશૂકના વ્રેહના, તે તો ધમણ છે,
બન્યાં આ હાડ લાકડ પ્રેમ, અગ્નિકુંડમાંહી છે.

થઈ ચિતા ! ભડક્તી હોમ, કીધો આંસુડાં ઘીનો,
લઈ મુખ મંત્ર માશૂક નામ, આહુતિ અપાઈ છે.

પૂર્યું ઘીને થયા ભડકા, પડી મૂર્તિ નજર તેમાં,
મીઠી મૂર્તિ તણી યાદી, હજી દિલમાં છપાઈ છે.

લઈ વીણા કરે ને ગાય, દૈવી ગીતડું મીઠું,
મધુરાં ગીતની ધૂન આ, હૃદયમહીં રહી છવાઈ છે.

કીધો મેં યજ્ઞ તો પૂરો, હવે તો ભોગ છે દેવો,
દઈ દે ભોગ લઈ ખંજર, પછી તો બાદશાહી છે.

કહે દુનિયા 'દિવાનો' તો કહે છે કામ તેથી શું?
દિવાના માર તું હૃદયે, શનમ યાદી રફાઈ છે.