ગુજરાતની ગઝલો/એકના વિના

વિકિસ્રોતમાંથી
← અદાવતમાં મહોબ્બત ગુજરાતની ગઝલો
એકના વિના
[[સર્જક:|]]
૧૯૪૩
પ્રેમની ઘેલાઈ →


૬૪ : એકના વિના


'અમારા લાખ ચાહનારા ! ગયું શું એકના વિના ?
'બલાથી જો ગયો તું, તો થયું શું એકના વિના?'

તમારી એ ખુમારી છે, નથી કિમ્મત કંઈ દિલમાં;
રહ્યું શું એકના વિના? ગયું શું એકના વિના ?

ભલે મીંડાં હજારો હોય, પણ ના આંકડો એ એક;
તો મીંડાં રહ્યાં મીડાં, રહ્યું શું એકના વિના?

લગાવ્યા તાર બહુ સારંગીમાં પણ એક તૂટતાં એ;
બતાવે સાજ બેસૂરો, ગયું શું એકના વિના ?

ભલે પગ હાથ હો કે કાન ને મુખ નાસિકા પણ હો;
ભલે હો અંગ સર્વે, પણ થયું શું એકના વિના ?

રહ્યું છે એક કંઈ દૈવત શરીરમાં, તે ઉપર જીવન;
ગયું જો એક, ખોખામાં રહ્યું શું એકના વિના ?