લખાણ પર જાઓ

ગુજરાતની ગઝલો/બનાવી જા

વિકિસ્રોતમાંથી
← આંખડી ભરી જોયું ! ગુજરાતની ગઝલો
બનાવી જા
[[સર્જક:|]]
૧૯૪૩
સનાતન 'થી' →


'આસિમ' રાંદેરી

૮૫ : બનાવી જા


વચ્ચેથી પ્રેમ–રૂપના પરદા ઉઠાવી જા,
દિલ એક છે નઝરને પણ એક જ બનાવી જા.

દિલને તું દર્દ, દર્દને તું દિલ બનાવી જા;
બિંદુમાં સિંધુ, સિંધુમાં બિંદુ સમાવી જા.

તું રૂપ છે, હું પ્રેમ છું, તું જીવ, હું શરીર;
હું શું બતાવું? તું જ જગતને બતાવી જા.

હા, હા, જીવનનું દર્દ, રુદનમય તો છે છતાં;
મેહફિલ છે ચાર દિનની હસીને હસાવી જા.

મળશે એક અન્ય ધામ પણ ભક્તિ–નમાઝનું;
મસ્જિદ ને મંદિરની તું હદને વટાવી જા.

જેને તું સુખ કહે છે, તે દુઃખનો જ અંત છે;
સુખ જોઈએ તો દુઃખમહીં જીવન વિતાવી જા.

સુખ–દુ:ખનો જન્મ, ખેલ છે એક કલ્પના તણો;
સુખ શોધમાં જીવનને ન દુઃખમય બનાવી જા.

દુન્યા તજી દે તું, તને દુન્યા મળી જશે;
દુન્યા જો લૂંટવી છે તો દુન્યા લૂંટાવી જા !

મળતા નથી જો એ તો પછી ખુદને ખોઈ દે;
તું એની શોધનો નવો રસ્તો બતાવી જા.

એ જો મળી જશે તો જીવનની મઝા જશે;
' સિમ' તું એની શોધમાં જીવન વિતાવી જા.