ગુજરાતની ગઝલો/બેકદર દુનિયા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રિયદર્શન ગુજરાતની ગઝલો
બેકદર દુનિયા
[[સર્જક:|]]
૧૯૪૩
જિગરનો યાર →


પ : બેકદર દુનિયા


અહીં બેકદર દુનિયા તણી દરકાર નહિ હમ મસ્તને !
ફરીએ ચહે દિલ ત્યાં અને દિલ ચહાય તે કરીએ અમે !

ગમી બેકદર અમીરી તને ! જે ઈશ્કિ આ આલમ તણી,
અમને ગમી તો ફકીરી આ પ્યારી ખલક ખવિન્દની.

અમીરી મુબારક રહો તને અમને ફકીરી અમારી આ !
તુજને ગુમાન અમીરીનું ! મસ્તી ફકીરીની ઔર હૈ !

મહેલો ઊંચા વસવા તને ! આલમ બધી માલેકની
હાજર સદા વસવા અને ફરવા અમો આ ફકીરને !

માશૂક તારી બેકદર ભરી ઇશ્કની ખારાઈથી,
આ સનમતણી દિલદારીમાં હમ જાન આ કુરબાન હૈ !

થાયે ખુશી છે તે જોઈને તેને અમે હસીએ ફકીર,
હસું જો હમારી ફકીરી તું ઓ અમીર અહીં આ વખ્તના !

મોતી હીરા ગમતા તને ઉમદા નવા પોષાક ને !
લઈ ખાક ખુદાના નામની દિલ ચોળી જે પાગલ હમે.

સારંગીઓના સૂરથી ગુલતાન જો ઈશ્ક ગાનમાં !
ફેરી અમારી આલેકનીમાં મસ્તનો હમ ગંવાર હૈ.

પી પી તું પ્યાલાં શરાબનાં, માશુકને હાથે અમીર,
પળભર કદી સુખ ભોગવે એ કેફની ઘેલાઈએ.

તો જો પીએ ઉસ્તાદના આ હાથનો પ્યાલો મીઠો !
લહેજત હવે લઈશું અમે ઉમદા અમર એ કેફમેં !

બેદિલ તું દોસ્તોની યારીમાં મગરૂર રહેજે બેકદર !
સાહેબ અમારા દોસ્તને મગરૂર હમ એ યારીમેં !