ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ/દલપત

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← શામળભટ ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ
દલપત
દલપતરામ
વલ્લભભટ →


શામળભટ પછી અમદાવાદમાં દલપત નામે નાગર કવિ થયો. તે દેવીભક્ત હતો. તેણે ગુજરાતી ભાષામાં થોડાક ગરબા રચેલા છે. પણ સંસ્કૃતમાં કવળઆનંદ નામે અલંકારનો ગ્રંથ છે, તે બધો હિદુસ્તાની ભાષાની કવિતામાં તેણે રચ્યો છે, તેનું નામ દલપત વિલાસ છે. એ ગ્રંથ ઘણો વખાણ વાલાયક છે. અને કવિયોના ઉપયોગનો છે. એ કવિ સંવત ૧૮૮૭માં હયાત હતો. એવું ગુજરાતી ભાષામાં તેણે રચેલા અહિના કાકારિયા તળાવના વરણનના ગરબા ઊપરથી જણાય છે.