ઘાશીરામ કોટવાલ/વાત ૧૮.

વિકિસ્રોતમાંથી
← વાત ૧૭. ઘાશીરામ કોટવાલ
વાત ૧૮.
મેારુબા કાહ્નોબાજી (મરાઠી )
૧૮૬૫
વાત ૧૯. →


વાત ૧૮.

કારતક વદ ૧૦ ને દિવસે સાંજની વખતે કોટવાલ સાહેબ બહાર ફરવા સારુ નિકળ્યા હતા. તે વખતે શહેરમાં જગે જગે લોકોની ગીરદી થયેલી તેના જોવામાં આવી. રસ્તામાં ગાડાં, છકડા, ટટ્ટુઓ, તથા લોકોની ઠઠ મચી હતી. સુરઈઆ, મીઠાઈવાળા, તંબોળી, કંસારા, સોની વગેરે ઉદ્યમવાળા પોતપોતાની દુકાનો આટોપતા હતા. કોઈ આટોપી રહ્યા હતા, ને કોઈ સામાન બાંધતા હતા એવું જોયું. તે ઉપરથી કોટવાલ સાહેબે પોતાની સાથેના સવારોને પૂછ્યું કે આ શું ગડબડ ચાલે છે ? ત્યારે સ્વારે જવાબ દીધો કે કાલે શ્રી જ્ઞાનોબાની જાત્રા અાલંદ ગામમાં છે ત્યાં સઘળા લોકો જાય છે. બાદ કોટવાલ સાહેબ નાનાસાહેબના વાડામાં ગયા, ત્યાં ઘણા લોકો હતા તેમાં એકનાથબાવા દૈઠણકર હતા તેની સાથે બોલવું થયું:–

ઘા૦— કેમ પૈઠણકરબાવા ! આલંદીની જાત્રામાં આપને જવું છે કે ?

પૈઠણકરબાવા— જાત્રાની વખતે જવાનો મારે દસ્તુર નથી. વારેદાર તથા સાધુસંત વગેરે હજારો આદમી એકઠા થઈને મોટી ગીરદી કરે છે, તેથી જ્ઞાનેશ્વર મહારાજની સમાધિનાં દર્શન કરતાં ઘણી જ મહેનત પડે છે; કોઈનું માથું ફૂટે છે, કેટલાકના હાથ પગમાં વાગે છે; ને કોરડાનો માર પડે છે. તે કારણસર જાત્રાને દહાડે જવામાં શેાભા રહેતી નથી. અાડે દિવસે કદી જાઉં છું.

ઘા૦— જ્ઞાનેશ્વર અસલ કોણ ને ક્યાં હતા ને તે અલંદીમાં સમાધિસ્થ ક્યારે થયા ?

પૈ૦— ભક્તિવિજય નામે પ્રાકૃત ગ્રંથ મહિપતિબાવા તારાબાજકરે લખેલો છે, તે ઉપરથી તથા જ્ઞાનેશ્વરે કરેલી કવિતા ઉપરથી એવું માલુમ પડે છે કે, ગોદાવરીને કિનારે આપે કરીને ગામ છે; ત્યાં ગેાવિદપંત નામે એક તલાટી હતો. તેની ઓરત નીરુબાઈ નામની હતી. તેને વિઠોબા નામે એક છોકરો થયો. તે વેદશાસ્ત્રમાં પ્રવીણ થયા બાદ તીર્થયાત્રા કરતો કરતો અલંદીમાં આવ્યો. તે વખતે એ ગામનું નામ અલકાવતી હતું. ત્યાં સીદોપંત કરીને એક બ્રાહ્મણ રહેતો હતો, તેની સાથે વિઠોબાનું સહેજ મળવું થયું. તે વિઠોબાની વૃત્તિ જોઈને તેને પોતાને ઘેર લઈ ગયો, અને ભોજન કરાવી તે દિવસે પોતાને ઘેર રાખ્યો. રાત્રે સીદોપંતને સ્વપ્નનું થયું કે, તારી કન્યા રુકમાઈનાં લગ્ન વિઠોબા સાથે કરી એને પેટે ચાર અવતારી પુરુષ જન્મ લેશે. તે ઉપરથી સીદોપંતે આ હકીકત વિઠોબાને સવારમાં ઉઠીને કહી. ત્યારે તેણે સમાધિ ચહડાવીને જોયું, તેથી તેને લગ્ન કરો, એવું દૃષ્ટાંત માલુમ પડ્યું. બાદ શાસ્ત્રવિધિ પ્રમાણે રુકમાઈનાં લગ્ન વિઠોબા સાથે થયાં બાદ સસરા જમાઈ તથા છોકરી સુદ્ધાં પંઢરપુર ગયાં ત્યાથી સીદોપંત તથા રુકમાઈ અલંદી પાછાં આવ્યાં અને વિઠોબા રામેશ્વરની જાત્રાએ ગયો. તે જાત્રા કરીને કેટલેક વર્ષે પાછો અલંદીમાં આવ્યો. તે વખત રુકમાઈ મોટી થઈ હતી. તેની સાથે કેટલાક વર્ષ અલંદીમાં રહ્યો; પણ કાંઈ છોકરાં થયાં નહીં. ત્યારે સંન્યાસ લેવો, એવું તેના મનમાં આવ્યું; પણ સસરાને તથા સ્ત્રીને પૂછ્યું તો તે બંનોએ રજા આપી નહીં. તેથી તેમ જ થોડા દિવસ કહાડીને ગંગાજી નાહવા જાઉં છઉં, એમ કહીને અલંદીથી નિકળ્યો, ને કાશી ગયો, ને ત્યાં શ્રી રામાશ્રમ નામના સંન્યાસી હતા, તેને મને સ્ત્રી છોકરાં કંઈ નથી, એવું સમજાવી તેના હાથથી સંન્યસ્ત લીધું તે ખબર કેટલેક દહાડે તેને સાસરે પહોંચી. તે વખત રુકમાઈ ભર જુવાનીમાં હતી. તે કારણથી તેણે તથા તેના બાપે ઘણી હાયપીટ કરી; પણ લાચાર થઈ છાનાં રહ્યાં. રુકમાઈ દેવની સેવા કરવા લાગી, ને નિત્ય પીપળાની પ્રદક્ષિણા કરતી હતી. ત્યાર બાદ ઈશ્વર ઈચ્છાથી, વિઠોબાને જેણે સંન્યાસ લેવડાવ્યો હતો, તે સંન્યાસી જાત્રા કરતાં કરતાં અલંદીમાં આવ્યા, ને જે પીપળાના ચોતરા ઉપર રુકમાઈ પ્રદક્ષિણા કરતી હતી તેની પાસે આવ્યા. તે વખત રુકમાઈ તેને પગે પડી. ત્યારે “અષ્ટપુત્રા સોભાગ્યવતી ભવ” એવા આશીર્વાદ તેણે આપ્યો. તે સાંભળી તેને હસવું આવ્યું. તે ઉપરથી શ્રીપાદે મારો વિનોદ તારા મનમાં કેમ આવ્યો તે કહે એવું પૂછ્યું. તે વખતે તેણીએ જવાબ દીધો કે, મારા ધણીએ સંન્યાસ લઈને કાશીમાં વાસ કર્યો છે ત્યારે મને છોકરાં ક્યાંથી થશે ? એમ મનમાં આવ્યાથી આપનું વચન મને આશ્ચર્યકારક લાગ્યું. તેથી શ્રીપાદે રુકમાઈના ધણી વિષેની નિશાણીઓ પૂછી, તે ઉપરથી પોતે જેને સંન્યાસ લેવડાવ્યા હતા, તેજ એનો ધણી છે એવું માલુમ પડ્યું. બાદ રુકમાઈ, તેનો બાપ સીદોપંત તથા શ્રી રામાશ્રમ, એ ત્રણે કાશી ગયાં. ત્યાં વિઠોબાએ પોતાની તકસીર કબૂલ કરી. તે વખત તારી સ્ત્રીને સાથે પોતાને ગામ જઈ ગૃહસ્થાશ્રમ ચલાવ, એવી શ્રીપાદે આજ્ઞા કરી. તે પછી સીદોપંત જમાઈ તથા છોકરીને લઈને કાશીથી અળંદીમાં પાછા આવ્યા, ત્યારે બ્રાહ્મણોએ વિઠોબાની ઘણી નિંદા કરી ને તેને તથા તેની સ્ત્રીને ન્યાત બહાર મૂક્યાં. એ કારણથી તેઓ જંગલમાં જઈ ઝુપડી બાંધી રહ્યાં. તેઓને બાર વર્ષ પછી ત્રણ છોકરા ને એક છોકરી થઈ તેમાં પહેલો છોકરો નિવૃત્તિ, બીજો જ્ઞાનેશ્વર, ત્રીજો સોપાન ને ચેાથી મુક્તાબાઈ એ રીતે તેઓનાં નામ રાખ્યાં. બાદ તે છોકરાંઓ મોટાં થયાં, ત્યારે છોકરાઓને જનોઈ દેવી ને છોકરીને પરણાવવી જોઈએ, માટે બ્રાહ્મનોની સભા કરી, ને શું પ્રાયશ્ચિત્ત કરવું એવું તેઓને પૂછ્યું. તે વખત વિઠોબાએ દેહાંત પ્રાયશ્ચિત્ત કીધા શિવાય છૂટકો નથી, એવું બ્રાહ્મણો કહેવા લાગ્યા. તે સાંભળી વિઠોબાને ઘણો પરિતાપ થવાથી ત્યાંથી નિકળી તે ચાલ્યો ગયો. તેનાં ત્રણ છોકરાં તથા એક છોકરીને સભાવાળાઓએ કહ્યું કે, તમે પૈઠણ જઈને ત્યાંના બ્રાહ્મણો પાસેથી માનપત્ર લાવો. તે ઉપરથી તે ચારે ગેાદાવરીને તીરે ગયાં, ને ત્યાં બ્રાહ્મણોની સભા મેળવી. તે સભાવાળાએ તમે સંન્યાસીનાં છોકરાં છો; તેથી તમને કાંઈ પ્રાયશ્ચિત્ત નથી એવું કહ્યું. તે છોકરામાંના એકનું નામ જ્ઞાનેશવર છે, એવું માલુમ પડ્યાથી કેટલાક લોકો તેની મશ્કરી કરવા લાગ્યા. એટલામાં તે રસ્તેથી એક પખાલીનો પાડો, જેનું નામ ગ્યાન્યા હતું તે જતો હતો. તેને જોઈને આ ગ્યાના તેવો જ તે ગ્યાન્યા છે, એવું એકાદ બ્રાહ્મણે મશ્કરીથી કહ્યું. તે સાંભળીને જ્ઞાનેશ્વર બોલ્યો કે, તેમાં તથા મારામાં કાંઈ ભેદ નથી. સઘળાનો આત્મા સરખો જ છે. તે ઉપરથી તે બ્રાહ્મણ બોલ્યા કે, જ્યારે તારી વાત ખરી છે, ત્યારે એ પાડા પાસે વેદ ભણાવ. તે વખત જ્ઞાનેશ્વરે ઉઠીને તે પાડાપર હાથ મૂક્યો, ને તે પાડા પાસે ચાર વેદ ભણાવ્યા. બાદ એક બ્રાહ્મણને ત્યાં એ ચારે જણ રહ્યાં હતાં. તેને ઘેર મરણતિથિ આવવાથી તે દિવસે શ્રાદ્ધ કરવાનું હતું; તે દિવસે કોઈ બ્રાહ્મણ તેને ઘેર જમવા કબુલ થયા નહીં. તેથી તેને મોટી ફિકર થઈ, તે જોઈને જ્ઞાનેશ્વરે તે બ્રાહ્મણના પિતૃઓને પ્રત્યક્ષ બોલાવી જમાડીને પાછા મોકલ્યા. બાદ દશેરાને દિવસે ખાવા સારુ માંડા કરવાના હતા. તે કરવા સારુ કુંભારે માટલું આપ્યું નહીં, તેથી જ્ઞાનેશ્વરે પોતાના મોહોમાંની અગ્નિથી પોતાની પીઠ તપાવી, તે ઉપર મુક્તાબાઈને હાથે માંડા કરાવ્યા બાદ જ્ઞાનેશ્વર પંઢરપુર જઈને ત્યાંથી નામદેવને સાથે લઈ તીર્થયાત્રા કરવા ગયો. તે ફરતાં ફરતાં હસ્તિનાપુર એટલે દિલ્હી આવ્યો. તે વખત ત્યાં મુસલમાન રાજા હતો. તે રાજાએ નામદેવ ભજન કરતો હતો, તે જગે એક ગાય લાવીને તેનું માથું કાપી નાંખી, તેને જીવતી કર, નહીં તો તારું માથું હું મારા હાથથી ઉરાડી દઈશ, એવું તેને કહ્યું. તે વખત ચાર દિવસની મુદત નામદેવે માગી ને તે મુદતની અંદર ગાયને જીવતી કરી. તે વાત રાજાએ સાંભળ્યાથી પોતે જાતે ત્યાં આવ્યા ને નામદેવને પગે લાગ્યા. બાદ દિલ્હીથી નિકળીને તે બન્ને કાશી ગયા. ત્યાં કબીરને ઘેર જઈને ઉતર્યા. તે વખત રાત પડી હતી. કબીરે પોતાની સ્ત્રીને બંને પરોણાને સારુ કાંઈ ખાવાનું કરવાનું કહ્યું. તે વખત ઘરમાં કાંઈ જ હતું નહીં. તેથી તે ઓરત ચિંતાતુર થઈને બજારમાં ગઈ. રસ્તે જતાં એક વાણીઆની દુકાન ઉધાડી જોઈ તે વાણીઆ પાસે જઈને સીધું સામાન સંત લોકને સારુ આપ ને તારા પૈસા થાય, તે કહે, હું તને લાવી આપું એવું તેને કહ્યું. તે વાણીઓ કબીરની એારતની ખુબસુરતી ઉપર આશક થઈને, મારી ઇચ્છા પૂરી કરે તો તને જે જોઈએ તે આપું, નહીં તો પાછી ચાલી જા, એવું તેણે કહ્યું. તે વખત રાત્રિ પડેલી, ને બીજી જગે સીધું સામાન મળી શકશે નહીં ને સાધુઓ ભુખ્યા પડી રહેશે, ને આપણી સંતતાની હાનિ થશે, એવી અડચણો તેના મનમાં આવવાથી તેણે તે વાણીઆને વચન આપ્યું કે, સીધું સામાન ઘેર લઈ જઈ સંતોને ભેાજન કરાવી તારી પાસે પાછી આવીશ. તે વચન ઉપરથી સીધું સામાન વાણીઆએ તેને આપ્યું. તે લઈને ઘેર ગઈ, નામદેવ તથા જ્ઞાનેશ્વરને ભેાજન કરાવ્યા પછી કબીરને એકાંતમાં લઈ જઈને વાણીઆને વચન આપ્યાની હકીકત તેણીએ તેની આગળ કહી ને તેની રજા માગી. તે વખત વરસાદ ઘણો આવતો હતો. સબબ કબીરે તેને પોતાની ખાંધ ઉપર બેસાડી વાણીઆની દુકાને પહોંચાડી ને પોતે પાછો ઘેર આવ્યો. વાણીઓ તો રાહ જોયા જ કરતો હતો, તેથી કબીરની ઓરતને જોતાં જ ખુશ થયો; ને આવા વરસાદમાં અંધારામાં તું એકલી શી રીતે આવી એવું પૂછ્યું. તે વખત તેણીએ કહ્યું કે, તમે સંકટની વખતે સહાય કરીને સાધુસંતને અન્ન આપી સંતોષ્યા, એ ઘણું જ પુણ્યનું કામ થયું. એ તમારો ઉપકાર જાણીને મારા ધણી કબીરે મને પોતાની ખાંધ ઉપર બેસાડીને અત્રે પહોંચાડી. આ વાત સાંભણતાં જ વાણીઆને ઘણો પસ્તાવો થયો અને તેણે કબીરની ઓરતના પગ ઉપર માથું મૂક્યું, અને મેં તમારી છળના કરી, તેને મને માફી કરવી, એવું કહીને મેાટા ભાવથી કહ્યું કે, એટલું હું તારી પાસેથી માગી લઉં છું. તે ઉપરથી તે બાઈ વાણીઆને ધીરજ આપી કબીર પાસે લઈ ગઈ. કબીરે તેના માથા ઉપર હાથ મૂક્યા બાદ ધંધો, વેપાર તથા ઘરબાર છોડીને વાણીઓ ભક્તિમાર્ગમાં લાગ્યો. પછી જ્ઞાનેશ્વર તથા નામદેવ કબીરની રજા લઈને નિકળ્યા. તે અનેક તીર્થ ફરીને પાછા પંઢરપુર આવ્યા, ને ત્યાં જાત્રા કરી આવ્યા તેનું ઉજમણું કર્યું. તે વખત સઘળી જાતના સંત એકઠા કરીને તેમાં પંઢરપુરના બ્રાહ્મણોને બોલાવીને, સઘળાઓએ જાતિભેદ ન રાખતાં એક પંગતે ભેાજન કર્યું.

ઘા૦— એ શી રીતે થયું? તમે નાથસંપ્રદાયવાળા કહેવાઓ છો, ને જ્ઞાનેશ્વર મહારાજને ગુરુને ઠેકાણે ગણો છે, તે છતાં જાતિભેદ કેમ વારુ?

પૈ૦— નામદેવની પંગતમાં જે લોકો બેઠા હતા, તેની તથા જ્ઞાનેશ્વર મહારાજની બરાબરી અમારાથી કદી થનાર નથી. અમારા મનનો મેલ હજીસુધી ધોવાઈ ગયો નથી.

ઘા૦— જ્ઞાનેસ્વર મહારાજની સમાધિની એક બાજુએ એક નહાની ભીંત છે; તેને જાત્રા કર્યા પછી લોકો ભેટે છે, નમસ્કાર કરે છે, તેનું માહાત્મ્ય શું છે?

પૈ૦— તેની કથા એવી છે કે, જ્ઞાનેશ્વર તથા તેનાં ભાઈ બહેન, એ ચારે જણાં પોતાના મોસાળમાં અલંદીમાં એક સમે હતાં. તે વખત તેને મળવા સારુ એક મોટા ચાંગદેવ નામના ભક્ત, વાઘ ઉપર બેસીને હાથમાં કોરડાને બદલે એક ભયંકર સાપ લઈને, વાઘને મારતા મારતા ગામમાં આવવા લાગ્યા. તે ખબર જ્ઞાનેશ્વર તથા તેનાં ભાંડુ બારણા આગળની ભીંત ઉપર બેસીને દાતણ કરતાં હતાં ત્યાં તેઓને થઈ તે વખતે તે ભીંતને ગતિ આવીને ચારે જણ સુદ્ધાં ભીત ચાલતી ચાલતી ચાંગદેવની સામે ગઈ એ અદ્ભુત ચમત્કાર જોઈને ચાંગદેવનો ગર્વ ઉતર્યો, ને ચાલી ગયેલી ભીંત ત્યાં જ અટકી ગઈ તે ભીતનો કડકો સમાધિની પાસેની ભીત પાસે રહેલો છે; માટે લોકો તે ભીતને નમે છે.

ઘા૦— જ્ઞાનેશ્વરનાં લગ્ન થયાં હતાં કે નહીં ? ને તેના વંશમાંનું કોઈ છે કે નહીં ?

પૈ૦— જ્ઞાનેશ્વર તથા તેના બે ભાઈ ને એક બહેનનાં લગ્ન મૂલથી જ થયાં નહોતાં. પરમેશ્વરની ભક્તિમાં તેએાએ જન્મારો ગાળ્યો.

જ્ઞાનેશ્વર, શાલિવાહન શક ૧૨૧૮ ના કારતક વદ ૧૦ ને દિવસે સમાધિસ્થ થયા. તેના વંશમાં કોઈ નથી; પણ તેના શિષ્યોનો વંશ આજ સુધી ચાલે છે. તેને નાથસંપ્રદાય કહે છે. જ્ઞાનેશ્વર સમાધિસ્થ થયા ત્યારથી તે હાલ સૂધી કેટલાક ભાવિક ભક્તોને ઉંઘમાં સ્વમમાં આવી ઉપદેશ કરે છે.

ઘા૦— તમારા હરદાસોમાં મુખ્ય સંપ્રદાય કેટલા છે ને ઉપદેશ કરવાની રીત કેવી ને શું છે ?

પૈ૦— મુખ્ય બે સંપ્રદાય છે, તેમાં એક નાથસંપ્રદાય ને બીજો રામદાસી સંપ્રદાય છે. જે સ્ત્રી અથવા પુરુષને ઉપદેશ લેવો હોય છે, તેઓએ તે પંથના બાવાની શરણે જવું. બાદ તેઓએ બાવાને ગુરુ કરીને તેની પૂજા કરવી અને તન, મન ને ધન એ ત્રણે ગુરુને આપ્યું એવો સંક૯પ કરવો. બાદ શિષ્ય થનારે ગુરુની સામે ઉભું રહેવું ને પોતાના માથા ઉપર એક ઉંધણ મૂકી, તે ઉપર પાણીનું ભરેલું એક વાસણ મૂકવું. તે વાસણનો જે ભાગ સન્મુખ આવે તેની ઉપર ચંદનનું ટીલું કરવું તે તિલક ઉપર એક નજરે જોવાનું તે શિષ્યને કહે છે, ને તે વખત બાવાની મંડળી હાજર હોય છે, તે ઝાંઝ વગાડે છે, ને કીર્તન ગાય છે. બાદ અરધી ઘડીએ તે વાસણ શિષ્યના માથા ઉપરથી ઉતારીને શિષ્યને બાવાની સામે ગુટણિયાં વાળી બેસાડે છે. પછી ગુરુ તથા શિષ્ય બંનેને માથે કાંઈ નવું કપડું બાંધે છે, ને શિષ્યના કાનમાં મંત્ર કહે છે.

ઘા૦— તમારા સંપ્રદાયનો મંત્ર કયો છે, ને રામદાસી સંપ્રદાયનો મંત્ર કયો છે ?

પૈ૦— ઉપદેશને મંત્ર કોઈએ કોઈની આગળ કહેવો નહીં, એવી અમારા ગુરુની આજ્ઞા છે; તે છતાં જો આપની મરજી હશે, તો કાગળના કકડા પર તે મંત્ર લખી આપીશ.

ઘા૦— બાવા સાહેબ ! તેને વાસ્તે મારો આગ્રહ નથી; પણ મારા મનમાં ઉપદેશ લેવાની ઇચ્છા છે; વાસ્તે નાથસંપ્રદાય તથા રામદાસી સંપ્રદાય એ બંનેના મંત્ર સરખા જ છે કે કાંઈ ફરક છે, તે મારે પ્રથમ સમજી લઈને જે સારો લાગે તે અંગીકાર કરવો છે.

પૈ૦— પોતે કાગળ ખડીઓ લઈને, તે ઉપર લખી આપ્યું કે, નાથસંપ્રદાયનો મંત્ર “ओंअहં तत्सोहं ओं श्री रामनामाय नमः” ને રામદાસી સંપ્રદાયનો મંત્ર “श्री राम,जयराम, जयजयराम” એવો છે. એ મંત્રનો જ૫ ઉપદેશ લેનારાઓએ હંમેશ કરવો જોઇએ.

ઘા૦— ૨ામદાસ કયાં ને કયારે થયા ?

પૈ૦— રામદાસનો જન્મ શકે ૧૫૩૦ ના વર્ષમાં ગોદાવરી તીરે જામ નામે ગામમાં થયો. તેનો બાપ સૂર્યોપંત નામનો એક તલાટી હતો. તેણે રામદાસસ્વામીનું મૂળ નામ નારાયણ રાખ્યું હતું. તે રામની ઉપાસના કરવા લાગ્યા, તેથી તે હનુમાનનો અવતાર છે એમ સમજી, લોકો તેને રામદાસ કહેવા લાગ્યા ને તેની પીઠ ઉપર પુંછડીની પેઠે ચામડી બહાર નિકળી હતી; તેણે ઘણા ચમત્કાર બતાવ્યા છે. તેમાં એક વખત નદીને કાંઠે એક સમળી પથ્થર લાગવાથી નીચે પડી મરી ગઈ, તેને રામદાસે જીવતી કરી; અને આખરે રામદાસ સતારાની પાસે પરળી કરીને પહાડી કિલ્લો છે, ત્યાં આવીને રહ્યા હતા. તેના શિષ્યના વર્ગમાં શિવાજી રાજા હતા. કપાળે હાથ લગાડી સલામ કરતી વખત “રામરામ” એવું કહેવાનો જે આજ સુધી વ્યવહાર ચાલે છે, તે રામદાસ સ્વામીથી નિકળ્યો છે. રામદાસ સ્વામી પરળીમાં શકે ૧૬૦૩ ના મહા વદ ૯ ને દિવસે સમાધિસ્થ થયા. તેના શિષ્યો ભગવાં લુગડાં પહેરે છે, ને તે જ કારણથી સતારાના મહારાજનું નિશાન ભગવા રંગના કપડાનું હતું. મહારાજ રામદાસી કહેવાય છે ને તેજ કારણથી વરળીના સ્વસ્થાનની નેમણુક ચાલે છે. રામદાસ સ્વામીની સમાધિ ઉપર ચાંદીનું પત્ર જડેલું છે; અને તે જ પ્રમાણે જ્ઞાનેશ્વર મહારાજની સમાધિ પર પણ ચાંદીનું પત્ર છે.

--¤¤¤¤¤¤¤¤--