લખાણ પર જાઓ

ઘાશીરામ કોટવાલ/વાત ૨૬.

વિકિસ્રોતમાંથી
← વાત ૨૫. ઘાશીરામ કોટવાલ
વાત ૨૬.
મેારુબા કાહ્નોબાજી (મરાઠી )
૧૮૬૫
વાત ૨૭. →


વાત ૨૬.

ઘા૦— (સેંટપાલના દેવળનો નકશો હાથમાં લઇને બોલ્યો) ખરી વાત છે; પણ આ મ્હોટી ઇમારત શાની છે ?

મુ૦— ગ્રેટ બ્રીટન કરીને ઇંહાંથી ઈશાન દિશાએ ઉત્તર સમુદ્રમાં મ્હોટો દ્વીપ છે. તેમાં ઈંગ્લાંડ નામનો અંગરેજોનો દેશ છે, તેની મુખ્ય રાજધાનીનું શહેર લંડન કરીને છે. ત્યાં ખ્રીસ્તી ધર્મનું મ્હોટું દેવલ છે; તે સેંટપાલનું દેવળ કહેવાય છે. તે વિષે વૃત્તાંત એવું છે કે, જે ઠેકાણે હાલ એ દેવળ છે, તે ઠેકાણે પ્રથમ ઘણાં દેવળો બંધાયાં હતાં. તે જૂનાં થવાથી એકપછી એક પડી ગયાં. તેમાં પ્રથમ એક દેવળ રોમન લોકોએ બાંધ્યું હતું. તેની નિશાની હાલના દેવળનો પાયો જોતાં માલુમ પડી હતી. તે રોમન લોકોનું દેવળ પડી ગયા પછી તે ઠેકાણે કાન્સટેન્ટાઇન નામના બાદશાહે દેવલ બાંધ્યું હતું. તેનો નાશ થયા પછી ઇસવી સન ૬૦૩ માં સાકસની ઓલાદના બાદશાહ યથલબર્ટની કારકીર્દિમાં નવું દેવળ બંધાયું, તેનો નાશ સને ૧૦૮૬ માં લંડન શહેરમાં મ્હોટી આગ લાગી હતી ત્યારે થયો. ત્યારબાદ ફરી નવું દેવળ બાંધવાનું કામ શરુ થયું. તે સને ૧૧૨૧ માં તૈયાર થયું. તે હાલની ઈમારત જેટલું ઉંચું નહોતું. પછી સને ૧૫૬૧ માં તે દેવળ ઉપર વીજળી પડવાથી તેની ઘણી ખરાબી થઈ હતી. તે દુરસ્ત કરવાનું કામ ઘણા વર્ષ સૂધી પડી રહ્યું. તે પાછું સને ૧૬૩૩ માં જારી થઈને પૂરું થયું. બાદ સન ૧૭૬૬ માં લંડન શહેરમાં બીજી મોટી આગ લાગી, તેમાં આ દેવળનો તમામ નાશ થઈ ગયો. ત્યારપછી જે દેવળ બંધાયું તે આજ સુધી કાયમ છે. તેનો પાયો સને ૧૬૭૫ માં નાંખ્યો, તે દહાડેથી તે કામ જારી હતું, તે સન ૧૭૧૦ માં પૂરું થયું. આ પ્રમાણે એ દેવળ બાંધતાં ૩૫ વર્ષ લાગ્યાં. એ દેવળ બાંધતાં કુલ ખરચ ૧૨૨૨૪૩૭૦ રૂપૈઆ થયા હતા. આ દેવળની પૂર્વ પશ્ચિમ લંબાઈ ૫૧૦ ફુટ છે; ને ઉત્તર દક્ષિણ પહોળાઈ ૨૮૨ % ફુટ છે. નીચેથી તે ઉપરના શિખર સૂધીની ઉંચાઈ ૪૦ ફુટ છે. લંડન શહેરમાં સઘળાં ઉંચાં ઠેકાણા પરથી આ દેવલ દેખાય છે. બધી ઈમારતનેા ઘેર ૨૨૯૨ ફુટ છે, ને ઉપરનો ઘુમટ ૬૦ ફુટ ઉંચો ને તેનો પરીઘ ૪૨૦ ફુટ છે. એ ઈમારત પથ્થરની છે ને તેની ચાર બાજુએ ચાર દરવાજા છે. તે દરવાજાની પાસે ઉપર જવાની સીડી કાળા પથ્થરની છે. અંદરની જમીન, કાલા સંગેમરમરના પથ્થરની છે; ને અંદરના થાંભલા નક્સીદાર તેવા જ પથ્થરના બનાવેલા છે. અંદર દિવાનખાનામાં બેઠકની જગા ૨૦,૦૦૦ માણસ બેસી શકે એટલી છે. એ દેવલમાં મેાટે ઘંટ છે, તેનો અવાજ મધ્યરાત્રે ૨૦ માઈલ સુધી સંભળાય છે. એક સીડીથી ઉપર જતાં મધ્યમાં એક પુસ્તક મૂકવાની જગા આવે છે; તેની જમીન ૧૩૭૬ તખતાના કકડાની લોઢા તથા લાકડાના ખીલા માર્યા શિવાય બનાવેલી છે. આ ઈમારતમાં સંગેમરમરનાં પથ્થરનાં ૫૦ પુતલાં છે, ને તે ઈમારતની ચારે બાજુએ લેાઢાના કઠેરા છે. તે બનાવતાં એક લાખ ચાર હજાર વીસ રૂપીયા સુધી ખર્ચ થયો છે. આ ઈમારતની ઉપરના માળ ઉપરથી સઘળું લંડન શહેર દેખાય છે. જે કોઈ તે શહેરમાં જાય છે, તે એ ઈમારત જોયા વગર પાછું આવતું નથી.

--¤¤¤¤¤¤¤¤--