ઘાશીરામ કોટવાલ/વાત ૨૮.

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વાત ૨૭. ઘાશીરામ કોટવાલ
વાત ૨૮.
મેારુબા કાહ્નોબાજી (મરાઠી )
૧૮૬૫


વાત ૨૮.

કો૦— અરે મુનશીજી, તમે ભૂતની તથા પ્રેતની ખરેખરી ખબર કીધી; પણ અમારા કેટલાક મંત્રી લોક હાથમાં કપુર સળગાવીને લે છે ને કેટલાક ધગધગતો અંગારો હાથમાં લે છે, તે શી રીતે છે તે કહેવાનું બાકી રહ્યું છે.

મુ૦— ભોળા લોકોને ઠગવાનો એ એક બીજો ઢોંગ છે. તમે કપુરનો સળગાવેલો કડકો જરા બારીક નજરથી જોશો તો તમને તે જ વખત દેખાઇ આવશે કે, કપુરનો કડકો ઉપરથી બળતો બળતો નીચે આવે છે. ને નીચેનો ભાગ છેવટે સળગે છે. આ કારણથી ઉપરનો ભાગ બળતો હોય તો તળેના ભાગની નીચેની ચીજને કાંઇ એકદમ આંચ લાગતો નથી. સબબ તમારા મંત્રીએાના હાથ તથા મ્હો દાઝતાં નથી. જો કપુરનો કડકો પૂરેપૂરો બળી જાય ત્યાં સુધી હાથમાં અથવા જીભ ઉપર રાખી મૂકો તો તેનાં તે અવયવો દાઝ્યા વગર રહે નહીં. હવે ધગધગતા અંગારા હાથમાં લે છે, તે એવી રીતે કે હળવે હળવે અંગારો હાથમાં લેવાની ટેવ પાડવી, એટલે હાથની ચામડી દાઝી દાઝીને મજબૂત થાય છે, તેથી દેવતાનો અંગારો તેવી ચામડીને બાળી શકતો નથી. એ શિવાય બીજી વનસ્પતિઓ એવી હોય છે કે, તેનો લેપ હાથે અથવા પગે કરે તો તે જગો એકદમ બળતી નથી. હું વસ્તેવ વિષે તમોને વાત કહું to તે સાંભળતાં જ તમારા મનમાંથી મંત્રીએાની વાત નીકળી ગયા વગર રહે નહીં.

કો૦— તે વાત કેવી છે તે સંભળાવો.

મુ૦— સને ૧૬૭૧ ના વર્ષમાં ફ્રાન્સ દેશમાં રિચર્ડસન નામનો એક અગ્નિભક્ષક પ્રખ્યાત થયો હતો. તે ધગધગતા અંગારા ઉપર ગંધકનો કડકો મૂકીને ગળી જતો હતો. તે એકાદ વખત કાચનો રસ કરીને પી ગયો. બાદ ધગધગતો અંગારો પોતાની જીભ ઉપર મૂક્યો, ને કાલવ કરીને સમુદ્રના પાણીમાં પથ્થર ઉપર જીવ ઉત્પન્ન થાય છે, તે અંગારા ઉપર મૂકીને બ્હારથી બીજા પાસે ફુંક મરાવી તેને બાળી દીધો; પછી ડામર તથા મીણ, ગંધકના યોગથી પાતળું કરીને તેનો રસ પી ગયો.

કો૦— હશે, એ વાત સાંભળવા સરખી છે ખરી, પણ તમારા મુસલમાન લોકો વીરવિદ્યાથી માણસનું ડોકું કાપી ધડ નોખું કરે છે, ને મ્હોટા વજનદાર પથરા તથા લોઢાના ગોળા બારીક સુત્રો માણસની આંગળિઓ અથવા ખબુતરને પગે બાંધીને લટકાવે છે; ને કેટલાક કાલાટી પથ્થરના મ્હોટા ગોળાએા ઉંચે ઉછાળી પેાતાના હાથ ઉપર તથા પીઠ ઉપર ઝીલી લે છે, તેનું કારણ શું ?

મુ૦— વીરવિદ્યા કહે છે એ સઘળો ઢોંગ છે. મેં આપને એક વખત અંધારામાં ઘોડાના પુછડાના બાલથી રૂપાની વાડકી ચલાવી બતાવી, તે પ્રમાણે ખબુતરને પગે તથા માણસને આંગળે સુતરથી ગેાળાટાંગવાની દગલબાજીની એક રીત છે. તેમાં કાંઈ નવાઇ જેવું નથી. એ કપટ રાત્રે કરતાં ઠીક પડે છે. તેનો પ્રકાર એવો છે કે, જે કોટડીમાં વીરવિદ્યા બતાવવાની હોય છે, તે કોટડીમાં નીચેના બિછાનાને તથા આસપાસની ભીત તથા ઉપરની છતનો રંગ એક સરખો કરે છે; ને લોઢાની શીખ કરાવી જરૂર પ્રમાણે છતે ટાંગે છે અથવા જમીન ઉપર ઉભી કરે છે, ને તે લોઢાના સળિયાનો રંગ તથા આસપાસની ભીતનો રગ એકસરખો હોવાના કારણથી, તથા તે જગે ઉજેશ કમ રાખેલો, તે કારણથી દસ હાથ દૂર ઉભા રહેલા તમાશગીરોને તે લોઢાના સળિયા દેખાતા નથી, ને સુતરનો રંગ જુદો હોવાથી તે સાફ દેખાય છે. આ સબબથી સુતરના જોર ઉપર પથ્થર અથવા લોઢાનો ગોળો ટંગાઈ રહેલો દેખાય છે. હવે માણસનું માથું તથા ધડ કાપેલું દેખાય છે તે હિકમત કરવાને બે માણસ જાઇએ. તેમાં એક જણને જમીનમાં દાટી ફકત ડોકું બહાર રાખે છે ને બીજા માણસને દિવાલમાં અથવા તેના ખભા સૂધી પડદો નાંખી તેનું માથું દિવાલમાં નમાવી દે છે, અથવા પડદાની અંદર બીજી બાજુએ રખાવે છે. તે કારણથી એક માણસનું ડોકું ને બીજા માણસનું ધડ ફકત તમાશગીરની નજરે પડે છે, અને બકરાનું અથવા હરકોઈ જાનવરનું લોહી એક વાસણમાં ભરી લાવી, તે ડોકાની તથા ધડની પાસે છાંટે છે ને વાસણમાંનું લોહી લોકને દેખાડે છે. તે ઉપરથી ધડ ઉપરથી માથું કાપીને મૂકેલું છે, એમ લોક સમજે છે. કાલાટી લોક પથ્થરના ગોળા ઉંચે ઉછાલી ઝીલી લે છે, એ પ્રકાર જોર તથા કસરત ઉપર આધાર રાખે છે, એમાં કાંઇ તાજુબ જેવું નથી. એ કરતાં વધારે ચમત્કારિક વાત એવી છે કે, ઈટલી દેશમાં એક માણસ હતો, તે સંગેમરમરના પથ્થરનો એક થાંભલો ત્રણ ફુટ લાંબો અને એક ફુટ પહોળો હાથમાં લઇને ઉંચે ઉછાલી બંને હાથે ઝીલી લેતો, ને ફરી દડીની પેઠે વાંકોચુંકો ઉછાળી તે સાથે રમતો હતો. બીજો એક માણસ એક વખત એક ઘરમાં ચોવીસ પગથિયાં ચહડીને માલ ઉપર ગયો હતો. ત્યાં ટાઢ ઘણી હતી ને પોતાના શેઠને ટાઢ લાગવાના કારણથી તે સગડીમાં સારી પેઠે દેવતા ન્હોતો, એ સબબથી તેણે નીચે જઇને ત્યાં ગધેડાઓ લાકડાના ભારાથી લાદેલા હતા, તેમાંથી એક મ્હોટા ગધેડાને લાદેલા લાકડાં સુદ્ધાં પેાતાની ખાંધ ઉપર ઉંચકી માલ ઉપર લઇ ગયો. એવા પ્હેલવાન તથા કસરતી લોકોની વાતો ઘણી છે.

કો૦— મુનશી તમે બૃહસ્પતિ સરખા છો. હવે એક સવાલ કરું છું તેનો જવાબ દઇ પછી બંધ કરો.

મુ૦— ઠીક છે પૂછો, માહિતી પ્રમાણે જવાબ દઇશ.

કો૦— માણસની ઉમર જાસ્તી છે કે ઝાડની!

મુ૦— દોઢસો વર્ષની ઉમરના માણસો થએલાંના ઘણા દાખલાઓ છે; ને સને ૧૭૮૦ માં એક ટેઝો નામનો માણસ ૧૭૫ વર્ષને થઇ મરણ પામ્યો હતો; પણ ઝાડને સારું સો બસો વર્ષ તો કાંઇ નથી. પાંચથી તે છ હજાર વર્ષ સૂધીનાં ઝાડો કોઇ કોઇ જગે માલુમ પડ્યાં છે.

--¤¤¤¤¤¤¤¤--
સમાપ્ત.