ચર્ચા:સિંધુડો/કોઈનો લાડકવાયો

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી

ભાઇ શ્રી અશોકભાઇ... આ કવિતામાં "ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે..." ને બદલે " લાવે શબ્દ ન હોય ? ખરાઇ શી રીતે કરવી ? અરે હા, ૧૫ ઓગષ્ટની સૌને વધાઇ... સાચા અર્થમાં જલ્દીથી દેશ આઝાદ થાય તેવી શુભકામના... સીતારામ... મહર્ષિ

મહર્ષિભાઈ, મને તો ગાવે બરોબર જ લાગે છે. માતની આઝાદી ગાવે... એટલે કે આઝાદીની ખેમના કરે. પણ તમારો શક સાચો પણ હોઈ શકે, વિવિધ આવૃત્તિઓમાં સરખામણી કરીને જોઈ શકાય.--Dsvyas (talk) ૦૨:૫૧, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
મેં મારા દાદીમા પાસે થી સાંભળેલી અને એમણે શ્રીમેઘાણી પાસેથી રૂબરુમાં આ કવિતા અનેક વાર સાંભળેલ... પણ ખરી રીતે તો કોઇક ઓથેન્ટિક સોર્સ હોય તે મુજબ જ અહિં માન્ય રાખિયે તો ઠીક. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૩:૧૪, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
મહર્ષિભાઈ, પરથમ તો મને આપના પરમપૂજ્ય દાદીમાનાં ચરણોમાં પ્રણામ કરી લેવા દો. વાહ ! જેમણે સ્વયં મેઘાણીજીના શ્રીમુખે આ કાવ્ય સાંભળ્યું હોય અને પછી આપને એમની પાસેથી સાંભળવાનો લહાવો મળ્યો હોય, ધનભાગ્ય આપના. તો, આપની શંકાનું સમાધાન કરવા માટે સ્વયં મેઘાણીજીએ સ્વહસ્તાક્ષરમાં આ કાવ્ય લખીને રાખ્યું છે ! જે આપને અને ધવલભાઈને મેઈલમાં મોકલું છું. ધવલભાઈની વાત ખરી છે. અહીં "ગાવે" જ છે. (૧૦૦ %, કેમ કે સ્વયં મેઘાણીજીથી વડો સંદર્ભ કયો ગણવો ?!) મૂળ તો સ્વતંત્રતાની લડતમાં હસતા મોં એ પ્રાણની આહૂતિ આપતા લબરમુછીયા નૌજવાનો "વંદે માત્‌રમ" જેવા પોકારો કરતા તે દૃષ્યને અહીં તાદ્શ્ય કર્યું છે. આ રણ લલકારને "ગાવે" (ગાય, ગીત કે કાવ્ય ગાવું, શૌર્ય ભર્યો લલકાર કરવો વગેરે વગેરે) શબ્દથી વર્ણવ્યું છે એમ મારૂં અંગત તારણ છે. આ ગીતની હસ્તપ્રત ઝવેરચંદ મેઘાણી.કોમ પર છે. જો કે મળવી અઘરી પડશે પણ હું મેઈલ કરું છું. આભાર. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૮, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
  • શ્રી.મહર્ષિભાઈ અને ધવલભાઈ તથા મિત્રો. આપે રસ લીધો તેથી ભાષાનો એક વર્ગ લઈ નાખું !!

અગાઉ સ્રોત પર જ મેં ક્યાંક (લગભગ મીરાંબાઈની કોઈ રચના પર) એ અર્થનું જણાવેલું કે સાહિત્યકૃતિમાં સાંપ્રત શબ્દો અને સર્જકના હૈયાના ભાવ વ્યક્ત થવા વપરાયેલા શબ્દોમાં ક્યારેક ઘણું અંતર હોય છે. ક્યારેક સર્જકની ભાષાના ઊંડાણને પામી શકવાની આપણી સીમા પણ આપણને ટલ્લે ચઢાવતી હોય છે. આથી, શક્ય ત્યાં સુધી સર્જકના મૂળ શબ્દને પકડી રાખવો અથવા સમજવા પ્રયાસ કરવો. (જેમ અહીં મહર્ષિભાઈએ કર્યો, મને આ વાતનો ઘણો આનંદ થયો) આ કૃતિમાં પણ ઘણાં ઉદાહરણ મળે છે. એકાદ દર્શાવું; "કોની વનિતા, કોની માતા,..." આનો શો અર્થ થશે ? કોની વનિતા ? કોની માતા ? (પ્રશ્નાર્થ થયો !) ખરેખર છે; "કો‘ની વનિતા, કો‘ની માતા..." અર્થાત કોઈની (કોઈકની) વનિતા (પત્ની), કોઈની માતા !! (’કોઈની’ ને તળપદી બોલીમાં દર્શાવવા ’કો‘ની’ વપરાયું છે.) જો કે આ મારી સમજણ છે, હું સર્વાંશે સાચો ન પણ હોઉં, પરંતુ કૃતિને વફાદાર રહેવાની વાત પર ભાર આપવાનું આ એક કારણ તો છે જ. અન્યથા મૂળ અર્થનો અનર્થ થતા થતા સમૂળગી કૃતિ જ બદલાઈ ગયાના ઇતિહાસ પણ મળે છે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૩૭, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

વાહ વાહ અશોકભાઈ, આવા વર્ગો લેતા રહેજો. આપણે અગાઉ પણ નરસિંહ મહેતાના એકાદ પદ વિષે પણ આવી જ ચર્ચા કરી હતી, જેમાં સાંપ્રત સમયમાં ગવાતા ભજનમાં કોઈક અલગ શબ્દ હતો, જ્યારે પ્રાસ બેસાડતા કોઈ અલગ શબ્દ હોવો જોઈએ એમ લાગતું હતું. અને તમે આ કો'ની વનિતા, કો'ની માતા પર પણ સારું ધ્યાન દોર્યું. આવી ભૂલોથી સાવધાન રહેવું જ સારું.--Dsvyas (talk) ૦૨:૦૮, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

વાહ ભાઇ વાહ, ખુબ સરસ કામ થયું... મેં કહ્યું તેમ, મેં બહુ વરસ પહેલા સાંભળેલું અને સાંભળવામાં ભૂલ નો અવકાશ રહે જ. વળી, આવી અમર રચનાઓ માં ચિવટ રાખવાની અગત્યતા ઓછી ન આકી શકાય. આપને ખુબ ખુબ ધન્યવાદ.. સીતારામ.. મહર્ષિ

આપે પ્રોત્સાહિત કર્યો એ બદલ આભાર. જો કે લગભગ ૪ વર્ષ પહેલાં મેં જ આ કાવ્યનું અહીં અક્ષરાંકન કરેલું એટલે દોષ પણ મારો જ. જો કે હાલ સઘળે આ પ્રમાણે જ લખાતું, ગવાતું વાચવા સાંભળવા મળે છે તેથી મારે પણ ’ઓડિયન્સ કે સાથ જાઉંગા !’ કરવું પડે !! કિંતુ ચાર વર્ષમાં, વિકિની અને આપ સમા વિદ્વાન મિત્રોની કૃપાથી થોડી ઘણી અક્કલ આવી, અને હવે આવી બાબતો પર જરાતરા સભાનતા પણ આવી. આપણે સૌ મિત્રો તો શક્ય તેટલું મૂળ સ્રોતને ન્યાય આપવા, શંકા હોય ત્યાં એકમેવને મદદ દ્વારા સાચું શું તે શોધવા, પ્રયત્ન કરીશું જ. આગળ ક્યારેક કોઈને ઉપયોગી થઈ પડે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૨૮, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]