ચાબખા/પદ-૨, ભેખ તો ભાવર થકી ભુંડારે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પદ-૧, દેસિ સંતતણી લાવીરે ચાબખા
ભોજા ભગત
પદ-૩, જોઇ લો જગતમાં બાવારે →


ભેખ તો ભાવર થકી ભુંડારે, મેલા અંતરમાં ઉંડા. - ટેક.
ટકો પૈસો ટેલ ગામ ગામ નાંખે, વળી ખેતર ખેતર ડુંડાં;
જેની વાંસે ધાય તેનો કેડો ન મેલે, જેમ કટકનાં લુંડારે. ભેખ.
ત્રાંબિયા સારુ ત્રાગું કરે ને વળી, કામ ક્રોધના ઉંડા;
ધન ધુતવા દેશ દેશમાં ફરે, જેમ મલકમાં મુંડારે. ભેખ.
ગામ બધાની ચાકરી કરેને, ઘેર રાખે અગન કુંડા;
ભોજો ભગત કહે કર્મની કોટી, પાપતણાં જુંડારે. ભેખ.