લખાણ પર જાઓ

ચિત્રદર્શનો/આમુખ કાવ્ય

વિકિસ્રોતમાંથી
ચિત્રદર્શનો
આમુખ કાવ્ય
ન્હાનાલાલ કવિ
પ્રસ્તાવના →





જગત્‌નાં સજ્જનો અને સજ્જનીઓને
સમર્પણ


બ્રહ્મની બ્રહ્મવાડી શી ઝકી બ્રહ્માંડની ઘટાઃ
મહીં ગુર્જરી કુંજોની છવાઈ છબિલી છટા.

એ કુંજે પુષ્પના છોડ, પુષ્પની વેલીઓ રૂડી,
ઉગે, ને પાંગરે, મ્હોરે, પ્રફૂલ્લે રસપાંખડી.

લતા હિન્ડોલ ડોલન્તી, ગભીરા પુષ્પમાંડવા,
સુગન્ધે ફોરતાં, પુણ્યે-પરાગે યે જૂનાનવા.

મોંઘા જીવનસન્દેશા મ્હોરેલાં વૃક્ષવેલના,
વધાવે વિશ્વને આજે, આછું-ઘેરૂં મહેકતા.

એ પરાગ નથી અન્ય, ન અન્યે એ સુવાસના,
બ્રહ્માંડે બહલાતી એ બ્રહ્મની બ્રહ્મભાવના.

અહો ! ઓ જગના જોગી ! તપસ્વી ! સાધુસાધ્વીઓ !
બ્રહ્મપરાગ મ્હેકન્તાં: મહાઆત્મન્ મહાશયો !

અમારાં બ્રહ્મપુષ્પોમાં બ્રહ્મગન્ધ હશે ઉણો:
ગૌરવી ગુર્જરોના આ સત્કારો ત્‍હો ય સદ્‍ગુણો.