ચિત્રદર્શનો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ચિત્રદર્શનો
ન્હાનાલાલ દલપતરામ કવિ
૧૯૨૧
પ્રેમભક્તિ ગ્રંથમાલા


ચિત્રદર્શનો

કર્તા:—
ન્હાનાલાલ દલપતરામ કવિ.
 

પ્રેમભક્તિ-ગ્રન્થમાલા

૧,શ્રીમદ્ ભગવદ્‌ગીતા
૨,મેઘદૂત
૩,ઇન્દુકુમાર, અંક ૧ લો
૪,જયા–જયન્ત
૫,વસન્તોત્સવ
૬,ઉષા
૭,ન્હાના ન્હાના રાસ
૮,કાવ્યત્રિપુટિ
૯,કેટલાંક કાવ્યો
૧૦,ગીતસંગ્રહ
૧૧,ચિત્રદર્શનો
૧૨,પ્રેમકુંજ


પ્રકાશક:——

મોતીલાલ શામળદાસ શર્મા
૧૦, સેન્ડહર્સ્ટ રોડ, જમનાબાઈ મેન્શન–મુંબઈ


પ્રેમભક્તિ ગ્રંથમાલા


ચિત્રદર્શનો

કર્તા:—
ન્હાનાલાલ દલપતરામ કવિ.
 


પ્રકાશક

મોતીલાલ શામળદાસ શર્મા

વિ. સં. ૧૯૭૭
ઇ. સ. ૧૯૨૧
 

કિંમત બે રૂપિયા


કાયદા પ્રમાણે રજીસ્ટર્ડ
પ્રકાશક:— મોતીલાલ શામળદાસ શર્મા

૧૦, સેન્ડહર્સ્ટ રોડ, જમનાબાઈ મેન્શન–મુંબઈ

મુદ્રક:— એમ.એન. કુળકર્ણી, કર્નાટક પ્રેસ,

૪૩૪, ઠાકુરદ્વાર, મુંબઈ.જગત્‌નાં સજ્જનો અને સજ્જનીઓને
સમર્પણ


બ્રહ્મની બ્રહ્મવાડી શી ઝકી બ્રહ્માંડની ઘટાઃ
મહીં ગુર્જરી કુંજોની છવાઈ છબિલી છટા.

એ કુંજે પુષ્પના છોડ, પુષ્પની વેલીઓ રૂડી,
ઉગે, ને પાંગરે, મ્હોરે, પ્રફૂલ્લે રસપાંખડી.

લતા હિન્ડોલ ડોલન્તી, ગભીરા પુષ્પમાંડવા,
સુગન્ધે ફોરતાં, પુણ્યે-પરાગે યે જૂનાનવા.

મોંઘા જીવનસન્દેશા મ્હોરેલાં વૃક્ષવેલના,
વધાવે વિશ્વને આજે, આછું-ઘેરૂં મહેકતા.

એ પરાગ નથી અન્ય, ન અન્યે એ સુવાસના,
બ્રહ્માંડે બહલાતી એ બ્રહ્મની બ્રહ્મભાવના.

અહો ! ઓ જગના જોગી ! તપસ્વી ! સાધુસાધ્વીઓ !
બ્રહ્મપરાગ મ્હેકન્તાં: મહાઆત્મન્ મહાશયો !

અમારાં બ્રહ્મપુષ્પોમાં બ્રહ્મગન્ધ હશે ઉણો:
ગૌરવી ગુર્જરોના આ સત્કારો ત્‍હો ય સદ્‍ગુણો.પ્રસ્તાવના

વિવિધ પ્રસંગોએ દોરાયેલાં શબ્દચિત્રોનો આ લેખસંગ્રહ છે. આજથી લગભગ ચાળીશેક વર્ષો ઉપર ડૉ. હરિ હર્ષદ ધ્રુવનું ચિત્રદર્શન કાવ્ય છપાયું હતું, અને સ્વ. નવલરામભાઈએ ત્‍હેને વધાવ્યું હતું. આ સંગ્રહમાં કેટલાંક ઐતિહાસિક ચિત્રો છે, ને કેટલાંક કાલ્પનિક છે; કેટલાંક મનુષ્યરત્નોનાં છે, કેટલાંક પ્રસંગોનાં છે, ને કેટલાંક કુદરત કે કલાની વિશેષતાનાં છે. રળિયામણી ગુજરાત અને ગુણવન્તાં ગુજરાતીઓને સદાનાં ગૌરવશાળી કરનારૂં યે આ સંગ્રહમાં થોડું નથી.

આ લેખમાલામાં કેટલુંક નથી ત્‍હેને માટે હું દિલગીર છું. સ્વ. જમનાબ્‍હેન સક્‍કઈ તથા પ્રો. ગજ્જર એ સ્નેહી ને ગુરજરરત્નોનાં દર્શન આ દર્શનાવલિમાં નથી. ગુજરાત-મુંબઈના ઉદ્યોગવ્યાપારના વડીલ ને અમદાવાદના પિતામહ રણછોડલાલ ' ર્‍હેંટિયાવાળા ' અને પ્રેમશૌર્યની હાકલ વગાડનાર વીરપુરુષ નર્મદનાં યે ચિત્રો આમાં નથી. એ નથી તે આ સંગ્રહની મ્હને તો ઊણપો લાગે છે.

આવાં શબ્દચિત્રોના આલેખકોએ એક સાવચેતી રાખવાની હોય છે, ને આમાં એ કેટલી સચવાઈ છે તે

મ્હારે પારખી ક્‌હેવાનું નથી. રંગચિત્રની પેઠે શબ્દચિત્રે સાચ્ચું જ હોવું જોઈએ; સ્નેહને લીધે સત્યદર્શનમાં દૃષ્ટિવિકાર ન જ થવો જોઈએઃ ન હોય તે નિરખાવું ન જોઈએ, કે હોય તે પરગુણપરમાણુનો પર્વત ન થવો જોઈએ. નયનની સ્વચ્છતા ને વિવેકનાં માપ સાચવતાં યે કેટલીક વેળા ઈતિહાસનાં તેજકિરણો એવાં વરસતાં હોય છે કે ચોક્‌ખી ને સાવચેતીવાળી આંખને યે ઝાંઝવાનાં દર્શન થાય છે.

કેટલાક સાહિત્યરસિકો તો કવિતાની ટૂંકી વ્યાખ્યા જ શબ્દચિત્રને કહે છે. એ વ્યાખ્યા એકદેશી છે, સર્વદેશી કે સત્ત્વદર્શી નથી. કેટલાકનો વળી એવો યે અભિપ્રાય હોય છે કે સાહિત્યકારે માનવકથા ન ગાવી જોઈએ. આ અભિપ્રાયે ઉપરછલ્લો છે, તત્ત્વપારખુ કે મનનશીલ નથી. મનુષ્યની કુદરતની કલાની પ્રસંગની વિશેષતાનાં, જગન્નાથ પંડિતના શબ્દોમાં ' લોકોત્તર રમણીયતા ' નાં, ગુણકીર્તન કોઈ સાહિત્ય-ઉપાસક જેટલે અંશે ગાય તેટલે અંશે પ્રભુની જ પ્રગટ પ્રભુતાનાં તે ગુણકીર્તન ગાય છે. એ સહુ પ્રભુની જ વિધવિધ વિભૂતિઓ છે એવું ગીતાજીનું વચન છેઃ


यद्यदविभूतिमत्सत्त्वं श्रीमदजिंतमेव वा
तत्तदेवागच्छ त्वं मम तेजों शसंभवम्


ન્હાનાલાલ દલપતરામ કવિ
 


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૩ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1963 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.